Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત રેન્જ આઈજીની ઓપરેશન ગ્રુર્પનો સપાટોઃ કેરી માર્કેટ થી યુરોપની ક્રિકેટ પર સટ્ટો રમતા બે ઝડપાયા, 56 હજાર રોકડા, ચાર ફોન મળી પોણા બે લાખનો મુદ્દામાલ કબજે

વલસાડ શહેરમાં કેરી માર્કેટ પાસે 7T7T દુકાન બહાર ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સોને સુરત રેન્જ આઈજીની ટ્ટીમે બાતમીના આધારે ઝડપી પાડયા હતા ઓનલાઇન યુરોપિયન ક્રિકેટ સિરીઝ પર માસ્ટર  આઇડી બનાવી ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમી રહ્યા હતા.વલસાડ કેરી માર્કેટ પાસે આવેલી 7T7Tદુકાન બહાર યુરોપિયન સિરીઝ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમી  રહ્યા હતા રેન્જ આઈજીની  ઓપરેશન ગ્રુપની ટીમે મળેલી બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ રમતા ચાર ઇસમોને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી જેમાં સોમવારે કેરી માર્કેટ પાસે આવેલી 7T7T દુકાન બહાર નીકળીને  ઈબ્રાહીમ નિકેત રફીક શેખ અને રિઝવાન બેલીમને સ્માર્ટફોનની ક્રિકેટ લાઇવ ગુરુ આ એપ્લિકેશનના માધ્યમથી ક્રિકેટ પર સટ્ટો રમતા ઝડપી પાડયા હતા ઓપરેશનની ટીમે રોકડા રૂપિયા 56000 અને 4 મોબાઇલ મળી કુલ ૧.૭૧ લાખ મુદ્દામાલ સાથે ચાલી રહેલ યુરોપિયન સિરીઝમાં દસ ઓવરની  મેચમાં જીમી અને યુનાઈટેડ ની મેચ ચાલી રહી હતી તે મેચમાં ઈબ્રાહીમ ઉર્ફે નિતેશ એકની માસ્ટર આઈ ડી બનાવી હતી અને પેનલ આઈડીમાં રીઝવાન બેલીમનો આઈડી બનાવ્યો હતો. રેન્જ આઈજી ના ઓપરેશન ગૃપની ટીમના પોલીસ જવાનોએ બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા ઝડપી પાડયા હતા.

(3:05 pm IST)