Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરમાં પ્રથમ દિવસ 20 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી

તમામ પ્રવાસીઓને ઓનલાઇન ઇ-ટિકિટથી પ્રવેશ : દરેક પ્રવસીઓએ ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ

મહેસાણા જિલ્લામાં આવેલ જગવિખ્યાત મોઢેરા મંદિર ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે આ સૂર્ય મંદિરથી કોરોના વાયરસનું સકમણ અટકાવવા માટે 17 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું જે ગઈ કાલે 3 મહિના જેટલા લાંબા સમય કરતા વધુ દિવસ બાદ મંદિર ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું હતું.

સૂર્ય મંદિર શરૂ થતાં કોરોના ના કહેર ને લઈ તમામ યાત્રિકો દ્વારા સરકારની તમામ ગાઈડ લાઇન નું પાલન કરવામાં આવ્યું હતુંતેમજ તમામ પ્રવાસીઓએ ઓનલાઇન ઇ ટિકિટથી પ્રવેશ મેળવ્યો હતો આ સાથે દરેક પ્રવસીઓએ ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ કરયો હતો ત્યારે ગઈકાલે સૂર્ય મંદિર શરૂ થતાં વરસાદી માહોલ વચ્ચે પ્રથમ દિવસે 20 જેટલા પ્રવસીઓએ મુલાકાત લીધી હતી.

(1:10 pm IST)