Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રોજગાર માટે યુવાનો હવે આંદોલનના માર્ગેઃ ગાંધીનગરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

શહેરભરમાં ચાર એસપી સહિત ૧૫૦૦થી વધુ પોલીસ જવાનો તહેનાત

 

ગાંધીનગર : બેરોજગારી ફાટી નીકળતા યુવાનો માં આક્રોશ છે અને મોંઘવારી વધતા સામે ઈન્કમ જરૂરી હોય રોજગાર નો પ્રશ્ન હલ કરવા સરકારને યુવાનો હવે સવાલ કરી રહ્યા છે, ગાંધીનગરના નવા સચિવાલય, જૂના સચિવાલય, વિધાનસભા, સેન્ટ્રલ વિસ્ટા અને સત્યાગ્રહ છાવણીમાં બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પણ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આંદોલનની શક્યતાને લઇને એસઆરપીની બે કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંકટ અને લોકડાઉનના કારણે અટકેલી ભરતી પ્રક્રિયા મામલે ફરી ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થયા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતા છે. જેના પગલે સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બેરોજગાર યુવાનોએ કોરોનાની મહામારીમાં અટકેલી ભરતી પ્રક્રિયાને હાથ ધરવાની માગણી સાથે જુલાઈએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઊમટી પડવાની જાહેરાત કરતા શહેરભરમાં ચાર એસપી સહિત ૧૫૦૦થી વધુ પોલીસ જવાનોને તહેનાત કરી દેવાયા છે. જ્યારે આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચે નહિ તે માટે તેમની જિલ્લા સ્તરેથી અટકાયત કરાઈ હતી.

(12:52 am IST)