Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ATMમાં આકસ્મિક કારણસર આગ લાગી : પૈસા બળીને ખાખ

ફાયર બ્રિગેડે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો : ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી : આગ ઉપર કાબૂ મેળવતા આસપાસની દુકાનમાં નુકસાન થતું અટક્યું

અમદાવાદ તા. ૦૬ : શહેરમાં સવારે ધીમીધારે પડેલા વરસાદ વચ્ચે આગનો બનાવ સામે આવ્યો છે. આગ કોઈ ફેક્ટરીમાં નહીં પરંતુ એક એટીએમમાં લાગી છે. આગને પગલે એટીએમમાં રહેલી ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમાં મેળવી આગને આસપાસની દુકાનોમાં પ્રસરતી અટકાવી હતી.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના CTM વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે પર કર્ણાવતી બંગ્લોઝના ગેટ પાસે ઈન્ડિયન બેંકના એટીએમમાં આગ લાગી હતી. આગ શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે બાદમાં ફાયર બ્રિગેટને જાણ કરવામાં આવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જેનાથી બાજુની દુકાનમાં આગને કારણે નુકસાન થતું અટકી ગયું હતું.

આશરે નવ વાગ્યાની આસપાસ આકસ્મિક રીતે આગ લાગી જતાં સ્થાનિક કાઉન્સિલર મહેશ પટેલ દોડી આવ્યા હતા અને તેમણે ફાયરબ્રિગેડને જાણ કરતા આગ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આગને કારણે એટીએમ અને તેમાં રહેલા પૈસા બળીને ખાખ થઈ ગયા હતા.

 આગ લાગી તે દુકાનમાં બેંકના ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે. પાસબુક, પૈસા જમા કરવા અને પૈસા ઉપાડવાના એમ ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે. આગ લાગી તે દુકાનમાં બેંકના ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે. પાસબુક, પૈસા જમા કરવા અને પૈસા ઉપાડવાના એમ ત્રણ એટીએમ હોવાનું માલુમ પડ્યું છે.

(10:20 pm IST)