Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

માથુ ઘડથી અલગ કેસમાં માલિક સહિત બે નિર્દોષ

સેશન્સ કોર્ટનો પુરાવાના અભાવે નિર્દોષ છોડવા હુકમ : કિશોરના માતા, કાકા, હોટલના કર્મચારીઓ હોસ્ટાઈલ થયા અને પોલીસ મહત્વના પુરાવાઓ લાવવામાં નિષ્ફળ

અમદાવાદ,તા. : આનંદનગર પાસે આવેલ હોટલ પ્લેટીનીયમમાં ૧૩ વર્ષના કિશોરનું માથુ ગુડસ લીફટમાં ફસાઈ જવાથી ઘડથી અલગ થઈને મોત નિપજયું હતુ.જેમાં પકડાયેલા હોટલના માલિક અશોકકુમાર કિશોરીલાલ દમાણી અને હોટલના મેનેજર રામચંદ્ર ઓમપ્રકાશ શર્માને ગ્રામ્ય કોર્ટના સેશન્સ જજો પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છેકોર્ટે નોંધ્યુ છે કે મૃતક કિશોરની માતા, કાકા તથા પંચો સહિતના હોસ્ટાઈલ થયા હતા. સમગ્ર ઘટના હોટલની બહાર બની હોવાનું પ્રસ્થાપિત કરવાનો હોટલના કર્મચારીઓની જુબાનીમાં ઉલ્લેખ કર્યો છે. ર્વિદ્યુત નિરીક્ષકનો રિપોર્ટ રેકર્ડ ઉપર જોતા મળી આવેલ નથી.મૃતક સગીર હોવાના બાબતે હોટલમાં નોકરી કરતા હોવા બાબતે  કોઈ સાક્ષીઓના નિવેદનો લીધા નહોતા.

           એફએસએલ દ્વારા સ્થળ ઉપર કરવામાં આવેલ નિરીક્ષણનો અહેવાલ ફરિયાદપક્ષ રેકર્ડ ઉપર લાવવામાં નિષ્ફળ ગયા છે. મૃતકનુ પોસ્ટ મોર્ટમ કરનાર ડોકટરનો પુરાવો રેકર્ડ ઉપર લાવવામાં નિષ્ફળ ગયા હોવાથી નિર્દોષ છોડવામાં આવે છે. કેસની વિગત એવી છે કેગતતા.૩જી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આનંદનગર પાસે આવેલ હોટલ પ્લેટીનીયમમાં ૧૩ વર્ષના કિશોર મેહુલેને વેઈટર તરીકે નોકરી રાખ્યો હતો.હોટલમાં વગર મંજૂરીએ માલ વાહક ગુડસ લીફટ ધારા ધોરણ વગર નાંખવામાં આવી હતી. ખુલ્લી લીફટમાં મેહુલમાં ફસાઈ જવાથી ધડથી માથુ અલગ થઈને મોત નિપજયુ હતુ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી હોટલના માલિક અશોકકુમાર કિશોરીલાલ દમાણી અને હોટલના મેનેજર રામચંદ્ર ઓમપ્રકાશ શર્માની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મુકયો હતો. જે કેસ ચાલતા ફરિયાદી સહિત સાત જણાની જુબાની તથા ૧૨ દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા. પંચનામામાં પોલીસને કહેવાથી સહીઓ કરી  હતી.

          પ્રાથમિક તપાસ કરનાર પોલીસ અધિકારીએ ઉલટ તપાસમાં જણાવ્યુ હતુ કેભોગ બનેલા કિશોરનો ડીએનએ ટેસ્ટ કર્યો નહોતો. લીફટમાં બનેલી ઘટના અંગે વિદ્યુત નિરીક્ષકનો રિપોર્ટ  મેળવી તપાસમાં સામેલ રાખ્યો હતો. લીફઠની નિષ્કાળજી માટે લીફટ અને એક્ષેલેટર એકટ ઉપર આધાર રાખેલ હતો. ચાર્જશીટ કરનાર પોલીસ અધિકારીએ  ઉલટ તપાસમાં કોર્ટને જણાવ્યુ હતુ કે, લીફટ યાંત્રિક ખામી અંગે આનંદનગર પોલીસની તપાસ દરમ્યાન રિપોર્ટ મળ્યો હતો જે તપાસના કામ સામેલ પણ છે પરંતુ રેકર્ડ જોતાં લીફટની યાંત્રિક ખામી બાબતે કોઈ રિપોર્ટ મળી આવેલ નથી. ઉપરાંત વિદ્યુત નિરીક્ષકનો રિપોર્ટ રેકર્ડ ઉપર જોતા મળી આવેલ નથી.મૃતક સગીર હોવાના બાબતે હોટલમાં નોકરી કરતા હોવા બાબતે  કોઈ સાક્ષીઓના નિવેદનો લીધા નહોતા. એફએસએલ દ્વારા સ્થળ ઉપર કરવામાં આવેલ નિરીક્ષણનો અહેવાલ ફરિયાદપક્ષ રેકર્ડ ઉપર લાવવામાં નિષ્ફળ ગયા છે. મૃતકનુ પોસ્ટ મોર્ટમ કરનાર ડોકટરનો પુરાવો રેકર્ડ ઉપર લાવવામાં નિષ્ફળ ગયા છે.

(10:13 pm IST)