Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

નર્મદા જિલ્લાના દરેક ગામોને અલગ ગ્રામ પંચાયત મુદ્દે આદિવાસી મૂળ નિવાસી (આમુ) સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

મહાનગરોની આસપાસના ગામોને પાલિકામાં સમાવવા વસ્તીગણત્રી કેમ નડતી નથી..?

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : આમુ સંગઠન દ્વારા નર્મદા જિલ્લાના દરેક ગામોને અલગ ગ્રામપંચાયત ની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
પ્રાપ્ત માહિતી મુજબ આમુ સંગઠનના પ્રમુખ મહેશભાઈ વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યા મુજબ આમુ સંગઠન દ્વારા ઘણા સમયથી ગામોને અલગ ગ્રામ પંચાયતનો દરજજો આપવા માટે લડત ચલાવવામાં આવી છે જે સંદર્ભે નર્મદા જિલ્લા પંચાયત દ્વારા પ્રસ્તાવ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આવનાર 2011માં વસ્તી ગણતરીના બહાના હેઠળ રાજ્યસરકારે કોઈ પણ ક્ષેત્રમાં ફેરફાર ન કરવાનું બહાનું ધરી આ કાર્યવાહી મોકૂફ કરતો હુકમ આપતા આદિવાસી ઓમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતે સરકાર ફેર વિચાર કરે તેવી માંગ સાથે આજે નર્મદા જિલ્લા કલેકટરને આમુ સંગઠન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
 આ બાબતે આમુ સંગઠન,નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે હાલ સરકાર દ્વારા મહાનગરપાલિકાની પાસે આવેલ ગામોને પાલિકામાં સમાવવા પ્રસ્તાવ કરાયો છે. ત્યારે વસ્તી ગણતરી કેમ નડતી નથી અને ગ્રામપંચાયત મુદ્દે કેમ આ મુદ્દો નડે છે..? વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક ગામને અલગ ગ્રામપંચાયત મુદ્દે લડત ચાલુ રાખીશું એ સવિધાનીક હક છે જે લઈનેજ જંપીશું.

(10:02 pm IST)