Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડાજી દ્વારા ૯૦૭ જિલ્લા અને ૧૩૭૯૬ મંડલમાં ભાજપા સંગઠન દ્વારા કોરોના મહામારીમાં થયેલ વિવિધ સેવાકીય કાર્યોનું પ્રસ્તુતિકરણ કરાયું: ભરત પંડ્યા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ :ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કેન્દ્રીય ભાજપાના 'સેવા હી સંગઠન' કાર્યક્રમ અંતર્ગત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સમગ્ર દેશમાં કુલ ૯૦૭ જિલ્લા અને ૧૩૭૯૬ મંડલમાં ભાજપા સંગઠન દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિમાં જે વિવિધ સેવાકીય કાર્યો થયા તેનું પ્રસ્તુતિકરણ કર્યું હતું.

 પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહજી તેમજ ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને અગ્રણીશ્રીઓ ભાજપાના દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતીષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સુરેન્દ્રકાકા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ કિરીટભાઈ સોલંકી,નરહરિ અમીન,રમીલાબેન બારા તથા અન્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સોશ્યિલ મીડિયાના માધ્યમથી નિહાળ્યો હતો  
   પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, દિલ્હી, આસામ અને ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના સમયમાં ભાજપાના કાર્યકર્તાઓ અને સંગઠન દ્વારા થયેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પ્રસ્તુતિકરણ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં આવ્યું હતું જે અંગે પ્રતિક્રિયા આપતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓએ સેવાભાવ, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મકતા, સદભાવના, અને સંવાદ એમ 'સેવન-S' સાથે ખડે પગે રહી જનતાની સેવા કરી છે, ભાજપાના કાર્યકર્તા માટે સેવા જ ગંતવ્ય અને મંતવ્ય છે, 'જેની સેવા કરીએ તેનું સુખ જ અમારો સંતોષ' આ પ્રકારના સમભાવ અને મમભાવથી કાર્યકર્તાઓએ આ કઠિન સમયમાં 'સેવા હી સંગઠન' અભિયાન ચલાવ્યું છે અને દેશના પ્રત્યેક ભાજપના કાર્યકરને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા 
   પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, દેશની સરકારોએ પોતાની શક્તિ, સૂઝબૂજ અને સાધનો દ્વારા તેનો સામનો કર્યો છે .કેન્દ્રની ભાજપા સરકારે રાજ્યો સાથે સમન્વય સાધી કોરોનાની રોકથામ માટે વિવિધ નિર્ણયો કર્યા છે.તેવા સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે સમયસર લોકડાઉનનો નિર્ણય,આર્થિક વ્યવસ્થાઓને ફરી ધમધમતી કરવા રૂ.૨૦ લાખ કરોડનું વિશેષ પેકેજ, રૂપિયા ૧ લાખ ૭૦ હજાર કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, ખેડૂતો માટેની વિવિધ સહાય, દેશના ૮૦ કરોડથી વધુ નાગરિકોને આઠ મહિના સુધી દોઢ લાખ કરોડ રૂપિયાના મૂલ્યનું વિનામૂલ્યે અનાજ વિતરણ જેવા નિર્ણય કર્યા છે. આ તમામ પગલા લેવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા અને આ વર્ચ્યુઅલ બેઠકમાં ડિજિટલ માધ્યમથી જોડાયેલા રાજ્યોના સંગઠન એકમોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઉભા થઈને 'સ્ટેન્ડિંગ ઓવેશન' આપી સન્માન કર્યું હતું.              
   પંડ્યાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી. નડ્ડાજીએ કોરોના મહામારીકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ સમગ્ર દેશમાં થયેલ સેવાકાર્ય અંગેનું વિગતવાર પ્રસ્તુતિકરણ કર્યું હતું.ભાજપાનો કાર્યકર રાજકીય નહીં, પણ સામાજિક કાર્યકર છે, તેવી છબી આજે સમાજમાં ઊભી થઈ છે. કોઈ પણ પરિસ્થિતિમાં, મુશ્કેલીમાં ભાજપનો કાર્યકર પ્રજાની પડખે હંમેશા ઉભો રહ્યો છે.નડ્ડાજીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કુલ ૨૨ કરોડ થી વધુ ફુડ પેકેટ, ૫ કરોડથી વધુ રાશન કીટ, પાંચ કરોડથી વધુ ફેસકવરનું વિતરણ કરવામાં આવ્યું છે, ૫૮ લાખ જેટલા કાર્યકર્તાઓએ  PM CARESમાં અનુદાન આપ્યું છે અને અન્ય લાખોને યથાશક્તિ ફાળો આપવા પ્રેરિત કર્યા છે, સાડા ચાર લાખથી વધુ કાર્યકર્તાઓએ બીમાર અને વૃધ્…

(10:09 pm IST)