Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મોબ લીચિંગના વિરોધમાં સુરતની રેલીમાં હિંસાથી સામાજિક સંગઠનો -વેપારીઓમાં નારાજગી:પોલીસ કમિશનરને રજૂઆત

શાંતિ ડહોળવાના પ્રયાસ કરનાર તત્વો સામે કડક પગલાં ભરવા માંગણી

સુરત : મોંબ લિચિંગના વિરોધમાં સુરતમાં નીકળેલી રેલીમાં ફાટી નીકળેલી હિંસાથી સામાજિક સંગઠનો અને વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે

  સુરતમાં રેલી વેળાએ હિંસા ફાટી નીકળી હતી. જેમાં અસામાજિક તત્વોએ પોલીસ પર જીવલેણ હુમલો કરતા વાતાવરણ તંગ બન્યુ હતું. જેથી આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેરના સામાજિક સંગઠનો અને વેપારીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી

   રજુઆતમાં સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી દરેક સમાજના લોકો ભાઈચારા અને પ્રેમભાવથી રહે છે. ત્યારે શહેરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

(7:08 pm IST)