Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ઠાસરા તાલુકાના સૈયાદ ગામે ગાયોને કતલખાને લઇ જનાર બે શખ્સોની ધરપકડ

ઠાસરા:તાલુકાના સૈયાદ ગામ પાસેથી ગાયોની હેરાફેરી થઇ રહી હોવાની માહિતીના આધારે ઠાસરા પોલીસે ૯ જર્શી ગાયોને બચાવી લીધી છે. ગૌવંસ બચાવવા ઉપરાંત તેને કતલ કરવાની બદઇરાદો ધરાવતા આણંદના બે ઇસમોને પણ પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. 

ઠાસરા તાલુકાના સૈયાદ ગામેથી ગત રાત્રી દરમ્યાન ત્રણ પીકઅપ ડાલામાં ગૌવંસને લઇ જવામાં આવી રહ્યું છે તેવી માહિતી પોલીસને મળતાં જ તેના પોલીસે વોચ ગોઠવી હતી, દરમ્યાન ત્રણ જુદા જુદા પીકઅપ ડાલા નં.જીજે.૨૩ વાય. ૭૪૮૧, જીજે.૨૩. વાય.૯૨૨૨, જીજે.૨૩.વાય.૫૬૧૨ ત્યા આવી પહોચ્યા હતા. પોલીસે ત્રણે વાહનોને ઉભા રખાવતા એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પીકઅપ ડાલામાં તપાસ કરતા તેમાંથી ૯ જર્શી ગાયો મળી આવી હતી. પોલીસે ત્રણે વાહનોના ડ્રાઇવરોનેે તેની પૂછપરછ કરતા સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા. જેથી પોલીસ મથકે લાવીને તેમના નામઠામ પુછતાં તેઓ ઇનાયત મીયા નબીમીયા મલેક, એસાનમીયા મીયાજમીયા પઠાણ (બંને રહે. ભાલેજ તા.ઉમરેઠ, જિ.આણંદ)નાઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:22 pm IST)