Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

વડોદરાના પાવીજેતપુર તાલુકા નજીક બળદે મહિલાના પેટમાં શિંગડું મારતા હાલત ગંભીર

વડોદરા:પાવીજેતપુર તાલુકાના સલોજ ગામે ઘરમાં બાંધેલા બળદને ઘાંસ નાખવાં ગયેલી મહિલા પર બળદે હૂમલો કરી દીધો હતો અને મહિલાના પેટમાં શિંગડું ભેરવી દેતા આંતરડાં બહાર આવી ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં ડોક્ટરોએ આજે તેના પેટનું ઓપરેશન કર્યુ હતું. હાલમાં મહિલા સારવાર હેઠળ છે.

સલોજ ગામે ધાનપુર ફળીયામાં રહેતા બિમલ કોલચાએ બનાવ અંગે વાત કરતા કહ્યું હતું કે 'મારી માતા કલીબેન દામનભાઇ કોલચા (.૫૦) શનિવારે બપોરે બે વાગ્યે અમારા ઘરમાં બાંધેલા બળદને ઘાસ આપવા ગયા હતા અને પછી તે બળદની આસપાસ સફાઇ કરી રહ્યા હતા ત્યારે બળદે તેના પર હૂમલો કરી દીધો હતો. ઉશ્કેરાયેલા બળદે તેમના પેટના જમણા ભાગે શિંગડું મારી દીધું હતું.

(5:20 pm IST)