Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા રાજુપુરા, આણંદમાં પર્યાવરણ બચાવો અભિયાન – વૃક્ષારોપણ તેમજ માનવ સેવા અભિયાન...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજના આદેશથી, ગ્લોબલ વોર્મિંગના કારણે થતા નુકસાનને અટકાવવા પર્યાવરણ બચાવો અભિયાન તેમજ જરૂરીયાતમંદ લોકો માટેની જરૂરીયાત પૂરી કરવા માટે સંસ્થાન તરફથી માનવ સેવા અભિયાન ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આચાર્ય  સ્વામીજી મહારાજની પ્રેરણાથી માનવ - માનવજાતના ઉપયોગમાં આવે એવી ઉમદા ભાવનાથી રાજુપુરા પ્રાથમિક શાળા, રાજુપુરા ગામ, તા.જી. આણંદની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બાળકોને સ્કૂલ બેગ, નોટબુકોનું વિતરણ અને વિદ્યાર્થી બાળકોને પ્રેરણા મળે તે હેતુસર શાળાના ચોગાનમાં,  આવેલ મહેમાનો અને વિદ્યાર્થી બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ગ્રામ્યજનોને  સંસ્થાનમાંથી આવેલ સંતો અને ભક્તો દ્વારા પર્યાવરણના રક્ષણ માટેની વાત સમજાવી વૃક્ષારોપણ કરવાની પ્રેરણા કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યમાં જોડી શકાય એટલાં વધુ ને વધુ લોકોને જોડી, વૃક્ષારોપણ કરવા કટિબદ્ધ કરી વૃક્ષારોપણ કરી અને કરાવડાવી સમગ્ર  સૃષ્ટિનું જતન કરવાની પણ વાત કરવામાં આવી હતી. તેમજ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે એકબીજાના ઉપયોગમાં આવે એવી સમજણની દ્રઢતા કરાવડાવી આચાર્ય સ્વામીજી મહારાજનો શુભ સંદેશો આપવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર અને વડોદરાથી મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી પરમાનંદદાસજી સ્વામી, શ્રીસનાતનસ્વરુપદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો તેમજ આણંદ જિલ્લાના સાંસદશ્રી, વડોદરા શહેરના મેયરશ્રી અને માજી મંત્રીશ્રી, આણંદ જીલ્લા પ્રા. શિક્ષણ અધિકારીશ્રી, રાજુપુરા ગામના સરપંચશ્રી આદિ નામદાર મહેમાનો પધાર્યા હતા.  રાજુપુરા પ્રાથમિક શાળામાં એકત્ર થઇને માનવ સેવા તેમજ  વૃક્ષારોપણ કરી સ્વામીજી મહારાજના સંકલ્પને સત્ય કરવામાં યોગદાન આપી આચાર્ય સ્વામીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.  

(5:14 pm IST)