Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

ગુજરાતમાં હજુ સુધી ૪૬ ટકા સુધી નોંધાયેલો ઓછો વરસાદ

મણિપુરમાં ૬૮ ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો : દેવભૂમિ દ્વારકામાં જિલ્લાની દ્રષ્ટિએ સૌથી ઓછો વરસાદ થયો છે : સામાન્ય કરતા ૯૪ ટકા ઓછો વરસાદ નોંધાયો

અમદાવાદ,તા.૮ : દેશમાં મોનસુનની સિઝન ચાલી રહી છે ત્યારે હજુ સુધી દેશમાં જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત પણ સામેલ થયું છે. દેશમાં ગુજરાત રેઇન ડેફિસિટના મામલામાં બીજા સ્થાને છે. ગુજરાતમાં સામાન્યરીતે ૧૫૩.૪ મીમી વરસાદ પડે છે પરંતુ હજુ સુધી ૮૨.૧ મીમી વરસાદ થયો છે. એટલે કે ૪૬ ટકા ઓછો વરસાદ રહ્યો છે. મણિપુરમાં ૬૮ ટકા ઓછો વરસાદ પડ્યો છે. લક્ષ્યદ્વીપમાં ૪૦ ટકા, ઉત્તરપ્રદેશમાં ૩૯ ટકા અને નાગાલેન્ડમાં ૩૧ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. આ વખતે જે જિલ્લાઓમાં ખુબ ઓછો વરસાદ થયો છે તેમાં દેવભૂમિ દ્વારકામાં સામાન્ય ૧૩૬.૧ મીમીની સામે માત્ર ૮.૨ મિમી વરસાદ થયો છે. કચ્છમાં ૯૩ ટકા, સુરેન્દ્રનગરમાં ૮૬ ટકા, પોરબંદરમાં ૮૪ ટકા, રાજકોટમાં ૭૯ ટકા અને અમદાવાદમાં ૭૮ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.  હજુસુધી રાજ્યમાં સરેરાશ વાવણી વિસ્તાર પૈકી ૧૦ ટકા વિસ્તારમાં જ વાવણી થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ સુધી ગુજરાતમાં ૧૫૨ મીમી વરસાદ થઇ જવાની જરૂર હતી પરંતુ માત્ર ૮૨ મીમી જેટલો વરસાદ થયો છે.  ઓછો વરસાદ થવાના લીધે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગતિ હજુ જોવા મળી નથી. મોનસુનમાં ગુજરાતમાં ૮૫.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી કરવામાં આવે છે. આ વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી માત્ર ૧૦ ટકા અથવા તો ૮.૬ લાખમાં જ વાવણી કરવામાં આવી છે. અધિકારીઓના કહેવા મુજબ આ વર્ષે વાવણી વિસ્તારમાં ઘટાડો થયો છે. છઠ્ઠી જુલાઈના દિવસે દેશમાં જે આંકડા મળ્યા છે તે મુજબ ઓછો વરસાદ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, રાજ્યમાં મોનસુનની ગતિની હજુ રાહ જોવામાં આવી રહી છે. રાજ્યમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ હજુ સુધી પડ્યો છે. અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ છે.

ઓછા વરસાદનું ચિત્ર

        અમદાવાદ, તા.૮ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં હાલ વરસાદી માહોલ જામેલો છે પરંતુ આંકડા ઉપર નજર કરવામાં આવે તો જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે ઓછો વરસાદ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, ગુજરાતમાં હજુ સુધી ૧૫૨ મીમી સુધીનો વરસાદ પડવાની જરૂર હતી જેની સામે ૮૨ મીમી જેટલો વરસાદ થયો છે. કયા રાજ્યમાં કેટલો ઓછો વરસાદ હજુ સુધી નોંધાયો છે તે નીચે મુજબ છે.

રાજ્ય

નોર્મલ વરસાદ

ઓછો વરસાદ (ટકામાં

મણિપુર

૪૯૦

-૬૮

ગુજરાત

૧૬૩.૪

-૪૬

લક્ષ્યદ્વીપ

૩૮૫.૫

-૪૦

ઉત્તરપ્રદેશ

૧૩૨.૯

-૩૯

નાગાલેન્ડ

૪૨૧.૭

-૩૧

નોંધ : નોર્મલ વરસાદનો આંકડો મીમીમાં છે.

જિલ્લાવાઈઝ વરસાદ

        અમદાવાદ, તા.૮ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં હાલ વરસાદી માહોલ જામેલો છે પરંતુ આંકડા ઉપર નજર કરવામાં આવે તો જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદની સામે ઓછો વરસાદ રહ્યો છે. ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સામાન્ય કરતા જે જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ થયો છે તે નીચે મુજબ છે.

જિલ્લા

નોર્મલ વરસાદ

ઓછો વરસાદ (ટકામાં)

દેવભૂમિ દ્વારકા

૧૩૬.૧

-૯૪

કચ્છ

૭૯.૫

-૯૩

સુરેન્દ્રનગર

૧૨૯.૭

-૮૬

પોરબંદર

૨૦૮.૫

-૮૪

રાજકોટ

૧૫૧.૬

-૭૯

અમદાવાદ

૧૪૫.૬

-૭૮

નોંધ : નોર્મલ વરસાદનો આંકડો મીમીમાં છે.

(9:11 pm IST)