Gujarati News

Gujarati News

News of Wednesday, 7th June 2023

માણસા ડીડીઓની બેઠકમાં ગેરહાજર રહેનાર 11 તલાટીઓનો એક દિવસનો પગાર સરકારે કાપ્યો:નિર્ણય સામે ભારે કચવાટ

જો તલાટીઓ સરકારના કાર્યક્રમો અને બેઠકમાં હાજરી આપશે તો જનતાના કામ ક્યારે થશે

ગાંધીનગર  જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતાં 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી લેવાનો સરકારે તઘલખી નિર્ણય લીધો છે. મળતી માહિતીનુસાર ગાંધીનગર જિલ્લાના માણસામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી.  આ બેઠકમાં 11 તલાટીઓ ગેરહાજર રહ્યાં હતાં. બેઠકમાં ગેરહાજર રહેનારા તમામ 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી દેવાનો તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે

એકબાજુ તલાટીઓ પાસે બીજા પણ ઘણા કામો છે. એક તલાટી પાસે ચાર ચાર ગામોની જવાબદારી છે

(1:02 am IST)