Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભરથાણા-કોસાડમાં ખેડૂતોને વળતર વગર કામ શરૂ કરાયું

સુરતમાં GETCO કંપનીની દાદાગીરી : હાઇકોર્ટમાં પણ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આવ્યો છે તેની ઉપરવટ જઈ ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે

સુરત, તા.૭: જીઈટીસીઓ કંપની સામે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોને વળતર ચૂકવવા પહેલા ખેતરોમાં હાઈ ટેનશન લાઈનનું કામ શરૂ કરી દેવાયું છે. સુરતમાં અબ્રામા, ભરથાણા અને કોસાડના ખેડૂતોએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી, જોહુકમી ચલાવી તંત્ર પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે જબરજસ્તી કામ શરૂ કરાયું છે.

હાઇકોર્ટમાં પણ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આવ્યો છે તેની ઉપરવટ જઈ ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. હાઇકોર્ટના આદેશને પણ જીઈટીસીઓના અધિકારી ઘોળીને પી ગયા હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતો વળતર ચુકવવાની માંગ કરી રહ્યા છે. સુરતના આસપાસના વિસ્તારોમાં જીઈટીસીઓ કંપનીની દાદાગીરી સામે આવી રહી છે.

જીઈટીસીઓ કંપનીએ ખેડૂતોની મંજૂરી વગર કામ કરવા પહોંચતા વિખવાદ થયો છે. જીઈટીસીઓ કંપનીના કર્મચારીઓ ખેડૂતો સામે દાદાગીરી કરતા મામલો બિચક્યો છે.

જોકે કંપની દ્વારા વળતર વગર કામગીરી મામલે ખેડૂતો ભૂતકાળમાં હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે કોર્ટે  મામલે સ્ટે આપ્યો છે. છતાંપણ કંપની કલેકટર અને પોલિસ વિભાગની મિલી ભગત સાથે ખેડૂતોના ખેતરમાં પ્રવેશ કરી વાવાઝોડામાં પાકને નુકસાન બાદ વધેલા પાકને નુકસાન કરીને કામ શરુ કર્યું હતું.

જોકે ખેડૂતોએ હાઇકોર્ટ આદેશ પોલીસ અને કલેકટરને બતાવા છતાંય તેમની વાત નહિ સાંભળી પોલીસ પ્રસાશન સાથે આવીને કામ શરૂ કરતા આગામી દિવસમાં હાઇકોર્ટના દરવાજા ખખડાવાની તૈયારી કરી છે. જો તેમની સરકાર કે પ્રશાસન વાત નહિ સાંભળે અને ન્યાય નહિ મળેતો આગામી દિવાસમાં આંદોલન સાથે ઘર્ષણના એંધાણ વર્તાય તેવી વાત કરી હતી.

જોકે કંપની પોલીસ અને પ્રશાસન જે રીતે કોર્ટના આદેશની અવગણના કરીને ખેડૂતોને નુકસાન કરી રહ્યાં છે તેને લઈને ખેડૂત સમાજ પણ ખેડૂતોની વાહરે આવ્યા છે અને આગમી દિવાસમાં વધુ ઉગ્ર વિરુદ્ધ કરવામાં આવે તેવી શક્યતા પણ પ્રબળ  બની છે.

(9:27 pm IST)