Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અમદાવાદમાં ગર્ભવતી મહિલાને બંધક બનાવી 4 લાખની લૂંટ કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઉત્તરાખંડથી ઝડપાયો

ટોળકીએ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત રાજયમાં લૂંટ કરીને આંતક મચાવ્યો

 

અમદાવાદના ચાંદખેડામાં ગર્ભવતી મહિલાને બંધક બનાવીને 4 લાખની લૂંટ કરનાર આતંરરાજય ટોળકીના મુખ્ય સૂત્રધારની ક્રાઈમ બ્રાંચે ઉત્તરાખંડથી ધરપકડ કરી છે.

  ટોળકીએ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત રાજયમાં લૂંટ કરીને આંતક મચાવ્યો હતો . ક્રાઈમ બ્રાંચે હાલ એક આરોપીને ઝડપી ટોળકીના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે

   ઝડપાયેલ  શખ્સનું નામ રણજીત સિંહ ઉર્ફે રાણા ગોરાયા છે  શખ્સ હાઈસ્પીડ બાઈક ચલાવીને ધોળા દિવસે લૂંટ કરી ફરાર થઈ જાય છે.

  અમદાવાદના ચાંદખેડામા આવેલા સુભાષનગરમા આરોપી રણજીત અને તેના 3 સાગરીતો ઘરમા ઘુસ્યાં અને એક ગર્ભવતી મહિલાને છરીની અણીએ બંધક બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ 4 લાખની લૂંટ ચલાવ  હતી

  દરમ્યાન પરણિતાનો દિયર આવી જતા તેની પર લૂંટારા હુમલો કરી ફરાર થઈ ગયા. બાદમાં ટોળકીને પકડવા ક્રાઈમ બ્રાંચે એક ટીમની રચના કરી.  ત્યારે બાઈકના સીસીટીવી ફુટેજથી ક્રાઈમ બ્રાંચ આરોપી રણજીત સુધી પહોંચી અને ઉત્તરાખંડના રૂષિકેશથી ધરપકડ કરી છે.

(1:15 am IST)