Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અંબાજી ત્રિશુળીયા ઘાટ પર અકસ્માતનો ભોગ બનનાર માટે આર્થિક સહાયતાની માંગણી કરતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

જીપ પલ્ટી ખાઈ જતા અકસ્માત :મૃતકો વડગામના ભલગામમાં રહેવાશી

 

અંબાજી પાસે આવેલા ત્રિશુળીયા ઘાટ પર એક જીપ પલટી જતા 9 લોકોના મોત નિપજ્યા હતા જયારે 27 લોકો ઘાયલ થયા હતા અકસ્માતના પીડિતો વડગામ મતક્ષેત્રના હોવાના પગલે મત વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના બીજા દિવસે શનિવારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્ય મંત્રી રાહત ફન્ડમાંથી પીડિતો માટે આર્થિક સહાયતાની માંગણી કરી હતી.

મેવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્ય મંત્રી વિજયભાઈ  રૂપાણી પાસે માંગણી કરી કે 'ગઈકાલે વડગામના ભલગામમાં અકસ્માતનો ભોગ બનેલા પીડિતો માટે અમોએ આજે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થીક સહાય જાહેર થાય માટે રજૂઆત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી માનવીય અભિગમ દાખવી તુરંત સહાય જાહેર કરશો એવી વિસ્તારના ધારાસભ્ય તરીકે આશા રાખું છું

 

(1:08 am IST)