Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ઓલપાડના માસમા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ;ભારે પથ્થરમારો ;મકાનોં અને વાહનોને નુકશાન :પોલીસ પહોંચી

ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન કાપી નાંખતા મામલો બિચક્યો

 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન કાપી નાંખતા મામલો બિચક્યો હતો.

ગામના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મકાન અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. તંગ પરિસ્થિતિ પામી ગયેલી પોલીસે સ્થળ પર પહોંચી બંને જૂથના ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ કર્યો હતો.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ, જિલ્લા એલ.સી.બી.,એસ..જી સહીત સમગ્ર જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો

(12:34 am IST)