Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુરતના લીંબાયતમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો સ્થાનિકોએ ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો

 

સુરતના લીંબાયત વિસ્તારમાં લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરનાર બોગસ ડોકટરને સ્થાનિક લોકોએ પકડી પાડીને લીંબાયત પોલીસ હવાલે કર્યો છે  લીંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરમાં ડોકટર કોઇ પણ ડોક્ટરી ડીગ્રી વગર દવાખાનું ખોલી છેલ્લા બે વર્ષ થી પ્રેક્ટીસ કરી રહ્યો હતો. સ્થાનિકોએ તેને ઝડપી પાડી લીંબાયત પોલીસના હવાલે કર્યો હતો.

 મૂળ તેલંગણાનો રહેવાસી હાલ લીંબાયત ડુંભાલ ખાતે આવેલ મુખ્યમાંત્રી એસ.એમ.સી. આવાસમાં રહેતો રમેશ વૈકાંટૈયા ખચિંતાલુરી લીંબાયત પ્રતાપ નગરમાં ડોક્ટરી ડીગ્રી વગર દવાખાનુ ખોલી લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરી લોકોના જીવ જોખમમાં મૂકી ડોકટરી કરતો હતો. બોગસ ડોક્ટરને સ્થાનિકોએ ઝડપી પાડી લીંબાયત પોલીસના હવાલે કર્યો હતો. હાલ લીંબાયત પોલીસ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કેટલાક વખત બોગસ ડોકટરની ફરિયાદ મળી રહી છે. ત્યારે તંત્ર આવા બોગસ ડોકટરને શોધે તો છે પણ જિલ્લા આરોગ્ય અધિકારીને શહેરમાં બોગસ ડિગ્રી વગરના ડોક્ટર નથી મળી રહ્યા. ત્યારે આવા બોગસ ડોકટરને પકડવાનું કામ સ્થાનિક લોકોને કરવું પડી રહ્યું છે.

(12:26 am IST)