Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપવે તૂટી પડ્યો :એક કર્મચારીને ઇજા

ક્ષમતા ચેક કરવા ટેન્કર ટ્રોલીમાં લઇ જતાં રોપ વે તૂટી પડતા ખળભળાટ

 

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપવે તૂટી પડ્યો હોવાની વાતે ખળભળાટ મચી ગયો હતો. માતાજીના મંદિર ખાતે સુવિધાના કામ અર્થે વૈકલ્પિક માલવાહક રોપ વે નો ફાઉન્ડેશન તૂટી પડ્યો હતો  જો કે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી હતી. એક કર્મચારીને થોડી હાથમાં તથા માથામાં ઇજાઓ પહોંચી હતી જોકે સૂત્રો પાસે થી માહિતી મળી હતી કે ક્ષમતા ચેક કરવા ટેન્કર ટ્રોલીમાં લઇ જતાં બનાવ બન્યો હતો.

  અંગે મળતી વિગત મુજબ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી કાલીકા માતાજી મંદિરના વિસ્તૃતી કરણ અને માળખાકીય સુવિધાઓના કામો રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહ્યા છે વિકાસના કામોને લઈ ડુંગર ઉપર માલ સમાન પહોંચાડવા માટે પાવાગઢ ડુંગર માંચી ખાતે આવેલ વણઝારા વાસ ખાતે મટેરિયલ રોપવે બનાવવામાં આવ્યો છે. જે મટેરિયલ રોપવે દ્વારા પાંચ પાંચ ટન વજન બે ટ્રોલીઓ દ્વારા કાચો માલ ડુંગર ઉપર લઈ જવામાં આવે છે. જે વજનની કેપેસિટી વધારી પાંચ પાંચ ટન વજન ને બદલે દસ દસ ટન વજન કરવા માટે મેન્ટેનન્સ માટેની કામગીરી છેલ્લા દસ દિવસથી ચાલી રહી હતી જે મેન્ટેનન્સની કામગીરી આજે પૂર્ણ થતાં ટેસ્ટિંગનું કામ કરતા હતા તે દરમ્યાન રોપવે નું ફાઉન્ડેશન જમીનમાંથી ઉખડી અંદાજીત પાંચ થી સાત ફુટ ખેંચાઈ ગયું હતું. જેમાં એક કર્મચારી દિપક કુમાર ઉર્ફે દયાસિંગ અશોક પ્રસાદ મૂળ રહેવાસી. બિહારનાઓ ઈજા પામતા તાત્કાલિક હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે મટેરિયલ રોપવે ના કોન્ટ્રાક્ટર કે.સી.પટેલના કર્મચારીઓ તથા વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યુ હતું માલવાહક રોપવેની ડિઝાઇન ચંદીગઢ કંપનીએ બનાવી હતી જે ટેક્નિકલ યુનિવર્સીટીએ ડિઝાઇનને માન્યતા આપી હતી.

(11:09 pm IST)
  • કર્ણાટક કેબીનેટનું ૧૨ જુન બુધવારે વિસ્તરણ થશે : આગામી ૧૨ જુનના રોજ કર્ણાટકની જેડીએસ કોંગ્રેસ સરકારનું વિસ્તરણ થશે. ૧૨ જુને સવારે ૧૧ાા વાગે મુખ્યમંત્રી કુમારસ્વામી ગવર્નરને મળશે. ધારાસભ્યોમાં પ્રવર્તમાન અસંતોષ ડામવા આ પગલુ ભરાઇ રહયાનું મનાય છે. access_time 3:37 pm IST

  • આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ હોવાનો ધડાકો : ૬ સભ્યો વિડીયોગ્રાફી કરતાં ઝડપાયા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું હવે પછીનું નિશાન જમ્મુ વિભાગમાં આવેલ લશ્કરી અને મહત્વના સ્થળો હોવાનો મોટો ધડાકો થયો છે : પોલીસ દ્વારા નેસ્ત નાબુદ કરવામાં આવેલ ૬ સભ્યોના જાસૂસી મોડ્યુલની પૂછપરછ દરમિયાન આ વાત બહાર આવી છે : તાજેતરમાં પકડાયેલા ૪ પાકિસ્તાની જાસૂસોની પૂછપરછ ચાલુ છે : જમ્મુ બહાર આવેલ રતનુચક વિસ્તાર આસપાસના લશ્કરી મથકની વિડીયોગ્રાફી કરતાં પકડાઈ ગયેલ મુસ્તાક અહેમદ મલિક અને નદીમ અખ્તરની પૂછપરછના આધારે એજન્સીઓએ સદ્દામ હુસૈન, સફદર અલી, મોહમ્મદ સલીમ અને અબ્દુલ કરીમને ઝડપી લીધા છે : આ લોકો ઉધમપુર અને રોડા પંથકમાં હિઝબુલ મુઝાહીદ્દીનનું નેટવર્ક ઉભુ કરી રહ્યા હતા access_time 5:48 pm IST

  • પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સન્માન મળશે : વડાપ્રધાન આજથી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસેઃ માલદીવે જાહેર કર્યું છે કે અમે વડાપ્રધાન મોદીનું માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન-ઇજુદીનથી અભિવાદન કરશું: પીએમ રવિવારેશ્રીલંકા જવાના છે. access_time 3:37 pm IST