Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી :ભગવાનના રથોનું ઝડપથી સમારકામ શરૂ

સુભદ્રાના રથના પૈડા બદલાવવા સાથે ત્રણેય રથોના દરેક હિસ્સાને ખોલીને રિપેરિંગ કામગીરી

 

અમદાવાદ શહેરમાં ચોથી જુલાઈના દિવસે નિકળનાર ભવ્ય જગન્નાથ રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. રથયાત્રા માટે ભગવાનના રથોનું સમારકામ ઝડપી કરી દેવામાં આવ્યું છે. ૧૪૨મી રથયાત્રાને લઇને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ભગવાનના રથોનું સમારકામ ચાલી રહ્યું છે. બીજી બાજુ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથોને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યા છે

 . વખતે સુભદ્રાના રથના પૈડા ખરાબ થઇ જવાના કારણે તેમને બદલવાની કામગીરી ચાલી રહી છે. લાકડાના પૈડા પણ તૈયાર કરવામાં આવ્યા છે. સામાન્યરીતે રથયાત્રાની તૈયારી અક્ષય તૃતિયા સાથે કરવામાં આવે છે અને રથયાત્રાના એક દિવસ પહેલા સુધી તૈયારી ચાલે છે.

રથયાત્રામાં રથોની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. આજ કારણસર ત્રણેય રથોના દરેક હિસ્સાને ખોલીને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. રિપેરિંગ કામગીરી બાદ કલર કામ અને સજાવટ કામગીરી હાથ ધરવામાં આવે છે. જુદા જુદા કારીગરો હાલમાં આમા લાગેલા છે. બીજી બાજુ તૈયારીઓને લઇને હાલ ભારે ઉત્સાહ પણ કારીગરોમાં જોવા મળી રહ્યો છે. હાલમાં રથોને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યા છે. જે પણ નબળાઈ દેખાઈ રહી છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે.

નિર્ધારિત સમય સુધી તમામ કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવશે. રથોની સાથે સાથે હેન્ડલોને પૂર્ણરીતે યાત્રા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ વર્ષે પણ શ્રદ્ધાળુઓમાં પહેલાથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૯૯૨માં સ્ટેઇરિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ઉરીની રથયાત્રા બાદ અમદાવાદની રથયાત્રાને સૌથી મોટી ગણવામાં આવે છે. તેને શાંતિપૂર્ણરીતે પાર પાડવા પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પહેલાથી કરવામાં આવે છે.

(11:07 pm IST)