Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પંડિત ઓમકારનાથ સંગીત કાર્યક્રમ ઉત્સાહ વચ્ચે પૂર્ણ

ચાર મહાનુભાવોને ગૌરવ એવોર્ડ

અમદાવાદ,તા.૮ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની હરણફાળ વિકાસયાત્રા માત્ર આંતરમાળખાકીય વિકાસ પૂરતી સિમિત ન રાખતા કલા, સાહિત્ય, સંગીત, ખેલકૂદ ક્ષેત્રે પણ જનજનને આત્મીય આનંદ અનુભૂતિ કરાવવાના વાતાવરણ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ સહ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારના પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ ચાર શ્રેષ્ઠત્તમ સંગીતજ્ઞને એનાયત કર્યા હતા. આ પુરસ્કાર એવોર્ડ હેઠળ રાજ્ય સરકાર પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે અર્પણ કર્યા હતા. જે શાસ્ત્રીય સંગીતજ્ઞને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે તેમાં પદ્મશ્રી અજોય ચક્રવર્તી (વર્ષ ૨૦૧૪-૧૫), પદ્મ વિભૂષણ ગુલામ મૂસ્તૂફાખાન (વર્ષ ૨૦૧૫-૧૬), પદ્મશ્રી પંડિત ઉલ્હાસ કાંરાલકર (વર્ષ ૨૦૧૬-૧૭) તથા પદ્મશ્રી શેખરસેન (વર્ષ ૨૦૧૭-૧૮) નો સમાવેશ થાય છે.

(9:11 pm IST)