Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અમદાવાદમાં લોકો પાસેથી પોલીસના નામે રૂપિયા ઉઘરાવતો નકલી ડીવાયએસપી ઝડપાયો

અમદાવાદઃ રાજ્યમાં એક બાજુ પોલીસની જવાનોની ઘટ પડી રહી છે ત્યારે હવે રાજ્યમાં ઠેર ઠેર પોલીસ વર્ધીમાં ફરી રહેલી નકલી પોલીસના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદ શહેર કોટડા વિસ્તારમાંથી નકલી ડીવાયએસપીની શહેર કોટડા પોલીસે ઝડપી લીધો છે.

શહેર કોટડા પોલીસે ઝડપેલા આ નકલી ડીવાયએસપી લોકો પાસે પોલીસ વર્ધી પહેરીને લોકો પાસે રૂપિયા ઉઘરાવતા શખ્સની ધરપકડ કરી છે. નકલી પોલીસ બનીને લોકો પાસે રૂપિયા પડાવતા આ શખ્સનું નામ દિનેશ મહેરિયા છે અને છેલ્લા કેટલાક સમયથી આ વ્યકિત લોકો પાસે પોલીસ વર્ધી પહેરીને રૂપિયા પડાવતો હતો.

અમદાવાદ શહેર કોટડા પોલીસે મેમ્કો ચાર રસ્તા પરથી નકલી પોલીસ બનીને લોકો પાસે રૂપિયા પડાવતો શખ્સ પોલીસે ઝડપી લીધો છે. આ નકલી ડીવાયએસપી એ કેટલા લોકો સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવ્યા અને કેટલા લોકો તેની સાથે મળેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:09 pm IST)
  • ભારતીય વર્લ્ડ કપ ટીમની સહીઓ સાથેનું ક્રિકેટ બેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવામાં આવ્યું તે પ્રસંગની તસ્વીરનજરે પડે છે access_time 9:19 pm IST

  • દક્ષિણ ચીની સમુદ્રમાં રશિયા-અમેરિકાના યુધ્ધ જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ દક્ષિણ ચીની સમુદ્રમાં દુનિયાની બે મહાસતા રશિયા-અમેરિકાના જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ બંને દેશો વચ્ચે હાકલા-પડકારા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ઝડી વરસી રહી છે access_time 11:22 am IST

  • અંબાજીમાં અકસ્માતમાં ૭ના મોત જીપની બ્રેક ફેઇલ થતા અકસ્માત જીપ પલટાતા અકસ્માત ૨૫ પ્રવાસીઓ સવાર હતા ત્રિશુળીયા ઘાટ નજીક અકસ્માત અંબાજી નજીક ગરખ્વાર અકસ્માત access_time 6:43 pm IST