Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુરતના ક્રિકેટ પ્રેમીએ પેન્સીલની અણી ઉપર વર્લ્ડકપ બનાવ્યો

સુરત : સુરતના એક ક્રિકેટ પ્રેમી દ્વારા દુનિયાનો નાનામાં નાનો વર્લ્ડકપ પેન્સીલની અણી પર બનાવવામાં આવ્યો છે.  આ સાથે તેમને બેટ, બોલ, સ્ટમ્પ અને માઇક પણ પેન્સીલની અણી પર આંકવામાં આવ્યા હતા. જેમને બનાવવામાં અંદાજીત ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.

હાલ સમગ્ર દેશ સહીત દુનિયામાં વર્લ્ડ કપ ફીવર ચાલી રહયો છે ત્યારે સુરતના એક ક્રિકેટ પ્રેમી યુવાને ભારતીય ખેલાડીનો જુસ્સો વધારવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો. મીની આર્ટીસ્ટ તરીકે જાણીતા પવન શર્માએ પેન્સીલની અણી પર જ વર્લ્ડકપ, બોલ, સ્ટમ્પ અને માઇલની કૃતિ બનાવવામાં આવી છે. આ કૃતીની ખાસીયત એ છે કે દુનિયાનો નાનામાં નામો વર્લ્ડ કપ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેની ઉંચાઇ ૦.૭ એમએમ છે. જયારે બીજા વર્લ્ડકપની ઉંચાઇ બે એમએમ છે.

શરૂઆતના સમયે પેન્સીલની અણી પર વર્લ્ડકપ આંકવાનું ખુબ જ મુશ્કેલ થઇ પડયું હતું. બે વાર અઘડો વર્લ્ડકપ બન્યા બાદ પેન્સીલની અણી તુટી ગઇ હતી. બાદમાં ફરી નવા સાહસ સાથે પેન્સીલ પર દુનિયાનો નાનો વર્લ્ડ કપ બનાવવામાં આવ્યો હતો. જેને તૈયાર કરવામાં અંદાજીત ૩ કલાક જેટલો સમય લાગ્યો હતો. તેમની એક એવી ઇચ્છા છે કે ભારત બે વર્લ્ડ કપ તો જીતી લાવી છે પરંતુ જો ત્રીજો વર્લ્ડ કપ તેઓ જીતી લાવશે તો દુનિયાનો આ નાનામાં નાનો વર્લ્ડ કપ ભારતીય ટીમને અર્પણ કરશે.

(6:01 pm IST)