Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

નડિયાદ-ડભાણ હાઇવે પર સાઇકલ પર જતા વૃદ્ધનુ ક્રેનની હડફેટે કમકમાટી ભર્યું મોત

નડિયાદ: તાલુકાના ડભાણમાં રહેતાં ૬૫ વર્ષીય વૃધ્ધ સાઈકલ લઈ ખેતરે જતાં હતાં. તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે પસાર થતાં ક્રેનના ચાલકે સાાઈકલને અડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું

અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ડભાણમાં રહેતાં પ્રવિણભાઈ કાશીભાઈ પટેલ (ઉં. ૬૫) આજરોજ સવારના સમયે સાઈકલ લઈ ખેતરે જવા નીકળ્યાં હતાં. તેઓ ડભાણ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નં પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે ખાલસા પંજાબ હોટલ નજીક માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ક્રેન નં જીજે ૦૬ ડીએમ ૧૧૯૫ ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં પ્રવિણભાઈ પટેલની સાઈકલને ટક્કર મારી હતી. જેમાં જમીન પર પટકાયેલા પ્રવિણભાઈના શરીર પરથી ક્રેનનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા પ્રવિણભાઈને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રવિણભાઈ કાશીભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું

(5:35 pm IST)
  • હવાઇ મુસાફરી મોંધી બનીઃ ૧૫૦નો નવો ચાંદલો : કેન્દ્ર સરકારે એવીએશન સીકયુરીટી ફ્રી(એએસએફ)નામથી નવો બોજો લાદવાને મંજૂરી, આપતા હવાઇ ઉડ્ડયન ફરી મોંઘુ બન્યું છે મુસાફરીએ હવે પેસેન્જર સર્વીસ ફ્રી (પીએસએફ)ને બદલે એવીએશન સીકયુરીટી ફ્રી(એએસએફ)નામનો નવો પ્રતિ ટિકીટ ૧૫૦ રૂ.નો ચાંદલો આપવો પડશે access_time 1:30 pm IST

  • કોર્ટ પટાંગણમાંથી મેભલો રફુચક્કર રાજકોટ કોર્ટના પટાંગણમાંથી ઈભલાનો ભાઈ મેભલો ફરાર થઈ જતાં પોલીસની દોડધામ access_time 5:45 pm IST

  • અમદાવાદમાં બે દિવસ માટે રેડ લેવલનો હિટવેવ જાહેર ગુજરાતમાં ચોમાસુ કયારે બેસી જશે તેની જાહેરાત પૂર્વે હવામાનતંત્ર ચોમાસાની હિલચાલ મોનીટર કરી રહેલ છે access_time 5:47 pm IST