Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

માતર તાલુકામાં એલએક્સ પર ગાડી વેચવું શખ્સને ભારે પડ્યું: 65 હજારનો ચૂનો લાગ્યો

માતર: તાલુકાના મહેલજના ઈસમે પોતાની ગાડી ઓએલએક્સ પર વેચવા માટે મુકી હતી. જેથી વડનગરના ઈસમે ગાડી લેવા તૈયારી બતાવી અને રૂ.૧૦,૦૦૦ નું બહાનુ આપી ગાડી લઈ ગયાં બાદ બાકીના રૂ.૬૫,૦૦૦ ના આપી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ માતર પોલીસમાં નોંધાવી છે

અંગે મળતી માહિતી મુજબ માતર તાલુકાના મહેલજમાં સફીઉલ્લાખાન રહીમખાન પઠાણ પોતાના પરિવાર સાથે રહે છે. સફીઉલ્લાખાન પઠાણને ફોર વ્હીલર ગાડીની જરૂર પડતાં તેઓએ સેકન્ડહેન્ડ ગાડી ખરીદવાનું નક્કી કર્યું હતું. જેે મુજબ તેમણે ગત તા.૧૨--૧૮ના રોજ સેવરોલેટ કંપનીની બીટ ગાડી નં જીજે ૧૭ એન ૫૧૦૮ કિંમત રૂ.૬૯,૦૦૦ માં ખરીદી હતી. દશ મહીના જેટલો સમય ગાડી વાપરી તેઓએ ગાડી વેચી દેવાનો વિચાર કર્યો હતો. માટે તેમણે નવેમ્બર-૨૦૧૮ માં ઓએલએક્સ સાઈટ પર ગાડીનો ફોટો, કંડીશન તેમજ વિગત મુકી રૂ.૮૫,૦૦૦ માં વેચવા મુકી હતી. ઓએલએક્સ સાઈટ પરથીસફીઉલ્લાખાન પઠાણનો નંબર મેળવી મહેસાણા જિલ્લાના વડનગરમાં રહેતાં ભરતભાઈ સોમાભાઈ પટેલે ગત તા.૧૦-૧૧-૧૮ ના રોજ સફીઉલ્લાખાનને ફોન કરી ગાડી ખરીદવા રસ દાખવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે ભરતભાઈ ગાડી જોવા માટે સફીઉલ્લાખાનના ઘરે આવ્યાં હતાં

(5:34 pm IST)