Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પલસાણાના કડોદરા ખાતે વિદ્યાર્થીને આંતરી ત્રણ શખ્સોએ મોબાઈલની લૂંટ ચલાવી છૂમંતર....

બારડોલી:પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે ને.હા.નં.૪૮નાં સર્વિસ રોડ પર ચાલતા જતા વિદ્યાર્થીને બાઈક સવાર ત્રણ શખ્સોએ આંતરી ચપ્પુનાં ઘા કરી મોબાઈલ ફોન લૂંટી ગયા હતા. આજ રીતે તાતીથૈયા ગામે સોની પાર્ક નજીક રોડ પર ચાલવતા જતા યુવાન પાસે મોબાઈલ ફોન લૂંટતા પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાને બાઈક સવાર ત્રણેય યુવાનો ચપ્પુનાં ઘા કરી ભાગી ગયા હતા.

કડોદરા નગરમાં સંજીવની હોસ્પિટલ નજીક અમીત ઓમ પ્રકાશ યાદવ (..ર૦, મૂળ રહે.ખોરીવારી, પો.રામપુર, તા.સેલમપુર, જિ.દેવરીયા, ઉત્તર પ્રદેશ) પોતાના માસાજી રાણા પ્રતાપ યાદવ સાથે રહે છે અને સુરત ખાતે ફેશન ડીઝાઈનીંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને બુધવારે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે કડોદરા ને.હા.નં.૪૮નાં સર્વિસ રોડ પર ચાલતો પોતાના ઘરે જતો હતો. ત્યારે તેને કાળારંગની બાઈક પર આવેલા ત્રણ હીન્દીભાષી ર૦થી રપ વર્ષનાં શખ્સોએ અટકાવ્યો હતો

(5:30 pm IST)