Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુરત: ગજેરા સર્કલ નજીક જવેલર્સના કર્મચારીનું બાઈક આંતરી તસ્કરોએ રોકડ સહીત દાગીનાની ચોરી કરી

સુરત:જ્વેલર્સને ત્યાં નોકરી કરતા શાહપોરના યુવાનનું ગજેરા સર્કલ પાસેથી તેના મોપેડ સાથે અપહરણ કરી ફુલપાડા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક લઈ જઈ રોકડા રૂ.૮૦૦૦ અને મંગળસૂત્રની ચાર અજાણ્યા લૂંટ કરી હતી અને ફરાર થઈ ગયા હતા. અંગે યુવાને કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છટકું ગોઠવી મંગળસૂત્ર પરત લેવા રૂ.૧૫,૦૦૦ આપવાના બહાને બે લુંટારૂને બોલાવી તેમને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાનો વતની અને સુરતમાં શાહપોર ચિંતામણી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૪ માં રહેતો ૩૩ વર્ષીય દક્ષેશ સુરેશભાઈ શાહ કતારગામ ગજેરા સર્કલ જાહેર શૌચાલય પાસે ગત બુધવારે મોડી રાત્રે પોતાના મોપેડ સાથે ઉભો હતો ત્યારે ચાર અજાણ્યાએ તેનું તેના મોપેડ ઉપર અપહરણ કર્યું હતું અને ફુલપાડા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક એક જૂના બિલ્ડિંગના પાકગમાં લઈ ગયા હતા અને રોકડા રૂ.૮૦૦૦ તેમજ એક તોલાનું સોનાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઈ ગયા હતા.

(5:30 pm IST)
  • અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ : સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં હિટવેવની આગાહી access_time 3:36 pm IST

  • ગોવાનું એરપોર્ટ બંધ કરી દેવાયું મીગ-૨૯ ફાઈટર વિમાનમાંથી બળતણ લીક થતાં અને સળગતા ગોવાનું એરપોર્ટ કામચલાઉ બંધ કરવામાં આવેલ access_time 5:47 pm IST

  • ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસો.ની સોમવારે અસાધારણ જનરલ મીટીંગ : રાજકોટઃ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનની એકસ્ટ્રાઓર્ડીનરી જનરલ મીટીંગ સોમવારે બપોરે ૧.૫૦ વાગે અમદાવાદ ખાતે બોલાવવામાં આવી છે. જસ્ટીસ અકિલ કુરેશીની મધ્યપ્રદેશના ચીફ જસ્ટીસ તરીકે નિમણુંકને કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી કલીયર નહિ કરવાની બાબત ચર્ચામાં લેવામાં આવશે access_time 3:37 pm IST