Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

એક અઠવાડિયામાં વડોદરા સ્ટેટ મોનીટરીંગ સેલે રેઇડ પાડીને સીમમાંથી બે દારૂ ભરેલ કાર સાથે આરોપીને ઝડપ્યા

વડોદરા: શહેરમાં એક અઠવાડિયામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે શહેરમાં બીજી વખત રેઈડ પાડીને વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડયો છે. ગત મોડીરાત્રે  કોયલી ગામની સીમમાંથી દારૃ ભરેલી કાર સામે  બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

અંગેની વિગત એવી છે કે ગત ૩જી તારીખે મોડી રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ન્યૂ વીઆઈપી રોડ  ખોડિયારનગર પાસેથી ૮૭,૮૦૦ રૃપિયાનો દારૃ ભરેલી કાર ઝડપી પાડી હતી. અને આરોપી શૈલેષ ઉર્ફે બકરો રઘુનાથ મિસ્ત્રી (રહે. માધવનગર, આજવા રોડ તા.વાઘોડિયા)ને ઝડપી પાડયો હતો. જ્યારે નામચીન બુટલેગર કાલુ ઉર્ફે ટોપી, કારનો ડ્રાઈવર તથા મધ્યપ્રદેશના દારૃ સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(5:29 pm IST)