Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

લ્યો બોલો... દરેક ઘરમાં એક પ્રોફશ્નલ વાળંદ

લોકોને વાળ કપાવવા બહાર જવું પડતું જ નથી : સાબરકાંઠાનું એક અનોખુ ગામ

અમદાવાદ, તા.૮: સમાન્ય રીતે તમે વાળ કપાવવા હોય તો ગલ્લીના ખૂણે કે પછી કોઈ મોલમાં આવેલ સલૂનમાં વાળંદ પાસે વાળ કપાવવા જાવ છો પરંતુ સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર પોશિના તાલુકાના કેટલાક ગામ એવા છે જેમાં લોકો કયારેય વાળ કપાવવા માટે વાળંદ પાસે ગયા જ નથી. કેમ કે અહીં દરેક દ્યરમાં એક પ્રોફેશનલ વાળંદ હોય છે જે બધા જ સભ્યોના વાળ કાપી આપે છે.

ખેડબ્રહ્મા અંબાજી રોડ પર આવેલ સુકા આમ્બા ગામના ૨૮ વર્ષના શાંતિલાલ મકવાણા જેઓ એક NGOમાં સુપરવાઈઝર છે. પરંતુ ગામમાં તેમની સાચી ઓળખ તો માસ્ટર હેર સ્ટાઇલિસ્ટ તરીકેની છે. જે ગમે તેવા વાળને પણ એક ટ્રેન્ડી સ્ટાઇલ આપીને વ્યકિતને આખુ અલગ જ રુપ આપી શકે છે. મકવાણા કહે છે કે શ્નપારિવારીક પરંપરા મુજબ મોટેરા પોતાના પરિવારના સભ્યોના વાળ કાપે છે. મે નાનપણથી કાતર અને દાંતિયો હાથમાં લઈ લીધા હતા. ભલે આજે હું વ્યવસાયીક રીતે ભણાવવાનું કામ કરું છું પરંતુ આજે પણ કોઈપણ નવા પ્રકારની હેરસ્ટાઇલ મિનિટોમાં કાપી આપી શકું છું.

તેમણે વધુમાં કહ્યું કે, શ્નઆજે યુવાનો પાસે મોબાઈલ થઈ ગયા છે એટલે નવી નવી હેરસ્ટાઇલ અને ટ્રેન્ડથી તેઓ વાકેફ હોય છે. જેના કારણે મારે પણ મારી જાતને અપડેટ રાખવી પડે છે. લોકો આજે સ્પાઈક કટ્સ, કોર્પ કટ્સ, બઝ કટ્સ અને ફેમસ ક્રિકેટર કે પછી હીરો જેવી કટ માટેની માગણી કરે છે. આજે ગામની વસ્તી ૨૫૦૦ છે પરંતુ વાળંદ ૨૦૦ જેટલા છે.રસપ્રદ વાત એ છે કે, તે કોઈ ખરાબ ભાવ કે અંધશ્રદ્ઘા નથી જેણે ગુજરાતનાં તમામ શહેરો, નગરો અને ગામના સર્વવ્યાપક સ્થળો જોવા મળતા વાળંદને અહીંથી દૂર રાખ્યા છે. પરંતુ સામાન્ય પ્રવાહથી દૂરના આ વિસ્તારમાં ઓછી આવક અને જાતે જ જીવન કુશળતા શીખવા પર ભાર આપવાની પરંપરાએ અહીંને આદિવાસી સમાજને સ્વનિર્ભર બનવામાં પ્રેરિત કર્યા છે.ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલ જેડી સેબલ ગામના એક પરિવારના વયોવૃદ્ઘ આગેવાન ભૂપત ડામોર(૯૦) અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, મને યાદ જ નથી કે કયારેય હું વાળ કપાવવા માટે વાળંદની દુકાને ગયો હોઉં. તેમના ૭૦ વર્ષના દીકરા લુમ્બાએ કહ્યું કે કદાચ આ પરંપરા એટલા માટે પણ શરુ થઈ હોય કે વાળ કપાવવા પાછળ ખર્ચો વધી જાય છે. સમાન્ય રીતે દરેક પરિવારમાં ૪-૫ છોકરા હોય છે. જો હવે બધા જ કોઈ વાળંદને ત્યાં વાળ કપાવવા જાય તો ખર્ચો રુ.૨૦૦ની આસપસા પહોંચે જે તેમની એક દિવસની મજૂરી છે. તો પહેલા તો રોડ પણ એટલા સારા નહોતા કે ખાલી વાળ કપાવવા માટે કોઈ વાળંદની દુકાન સુધી જવાનું સાહસ કરે.જયારે તેના દીકરો પ્રભુ જે ૨૫ વર્ષનો છે તે પણ પોતાના ૪ વર્ષના દીકરના વાળ જાતે જ કાપી આપે છે. રવિવારે જાણે કે સામૂહિક વાળ કપાવવાના હોય તે ઘરના બધા જ લોકો જમીન પર લાઇનમાં બેસી જાય છે અને ઘરનો એક યુવક બધાના વાળને ભીના કરી દે અને ત્યારબાદ દ્યરમાં જે સભ્યને સારી રીતે વાળ કાપતા આવડતા હોય તે બધાના વાળ કાપી આપે છે. અહીં તો શિક્ષકો પણ પોતાના વિદ્યાર્થીઓના વાળ કાપી આપે તેવા દ્રશ્યો ખૂબ સામાન્ય છે.

(4:01 pm IST)