Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

બારિશ કી રિમઝિમ કુછ ગા રહી હૈ, બેતાબી દિલ પે મેરે છા રહી હૈ...

ડાંગ-વલસાડ પંથકમાં અમીછાંટણા, આવતા અઠવાડિયે આવશે મેઘસવારી

રાજકોટ, તા., ૮ : આજથી કેરળમાં ચોમાસુ બેસી ગયું છે. ગુજરાતમાં મેઘરાજા માટે પ્રવેશદ્વાર ગણાતા દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે અને આજે સવારે અમીછાંટણા થયાના વાવડ છે.

હવામાન તંત્રએ તા.૧ર જુન આસપાસ ગુજરાતમાં વિધિવત મેઘસવારી આવી જવાની આગાહી કરી છે. સામાન્ય રીતે ગુજરાતમાં ૧પ થી ૩૦ જુેન વચ્ચે વાવણી લાયક વરસાદ થતો હોય છે અત્યારની આગાહી મુજબ તે ક્રમ જળવાઇ રહે તેવી શકયતા છે.

ગુજરાતમાં અત્યારે ઉનાળો જોરશોર જામી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી લગભગ તમામ શહેરોમાં તાપમાન ૪ર ડીગ્રીથી ઉપર રહે છે. સખત તાપથી સારા વરસાદની આશા વધી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં બદલાવ દેખાય છે. વાદળી વરસતા હવે મેઘસવારી ગુજરાતના દરવાજે ટકોરા મારે તેવું દેખાઇ છે. આવતા અઠવાડીયે રાજયમાં ચોમાસાનો પ્રારંભ થઇ જવાની આશા છે. આગોતરી વાવણીમાં નિરાશ થયેલા ખેડુતોને ચોમાસુ સમયસર દેખાતા હરખ દેખાય છે. અછતના વર્ષ બાદ હવે સારૂ વર્ષ આવે તેવી ખેડુતો અને અન્ય લોકો ભગવાનને પ્રાર્થના કરી રહયા છે.

(4:00 pm IST)