Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

મહેસાણામાં મહિલાએ પાળેલ કૂતરું ત્રણ વખત કરડતા મામલો પાલિકા અને પોલીસ મથકે પહોંચ્યો : સમસ્યાના ઉકેલની માંગ

ફલેટમાં ત્રીજા માળે કૂતરું પાળેલ હોવાથી આવતા કે જતા બચકું ભરી લ્યે છે

મહેસાણા: મહેસાણામાં એક મહિલાએ પાળેલ કૂતરાએ એક આધેડને ત્રણ વખત બચકું ભરતા મામલો પાલિકા અને પોલીસ મથકે પહોંચ્યો છે

  આ અંગે મળતી વિગત મુજબ મહેસાણાના પાંચ લીમડીમાં આવેલા સનરાઇઝ ફ્લેટમાં સ્થાનિક રહીશે પાળેલા કૂતરા એક નહીં પરંતુ ત્રણ વખત કરડતાં કંટાળેલા આધેડે એ ડિવિજન પોલીસ સ્ટેશન અને પાલિકામાં ફરિયાદ આપી કૂતરાની સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે.

   સનરાઇઝ ફ્લેટમાં રહેતા જગદીશભાઇ ચંદ્રકાન્તભાઇ ગુપ્તાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તેમના ફ્લેટમાં ત્રીજા માળે રહેતી મહિલાએ કૂતરા પાળ્યા છે, જે અત્યાર સુધીમાં તેમને ત્રણ વખત બચકાં ભરી ચૂક્યા છે અને તેની સારવાર પણ સિવિલમાં લીધી છે.

તાજેતરમાં કૂતરાએ બચકું ભરતાં કંટાળી પાલિકા અને એ ડિવિજન પોલીસમાં ફરિયાદ આપી કૂતરાઓની સમસ્યા દૂર કરવા માંગણી કરી છે અને કોઇ પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી આપી છે. આ અંગે જગદીશભાઇએ જણાવ્યું કે, ફ્લેટમાં ઘરની બહાર નીકળી પગથિયાંમાંથી આવતાં કે જતાં બેઠેલા કૂતરાં બચકું ભરી લે છે અને આ બાબતે ફરિયાદ કરીએ તો ઝઘડો થાય છે.

(12:04 pm IST)