Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સુરતમાં દાઉદી વ્હોરા સમાજના વિદ્યાર્થીઓની પરીક્ષાઃ ધર્મગુરૂની અધ્યક્ષતા

જસદણ તા. ૮ :.. સુરતની વિશ્વ વિખ્યાત અરેબિક એકેડમી અલ-જામીઓ-તુસ-સૈફિઆહમાં અભ્યાસ કરતા દાઉદી વ્હોરા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની પરીક્ષાનો આજે બપોર પછી પ્રારંભ થશે અને સળંગ પાંચ દિવસ ચાલવાની હોય અને ખાસ કરીને સમાજના પ૩ માં હાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલભાઇ સાહેબ 'સૈફુદીન' ની અધ્યક્ષતા હેઠળ આ પરીક્ષા લેવામાં આવતી હોય અને આ એકેડમીમાં ખુદ સૈયદના સાહેબ ડુમ્મસથી સુરત પધારવાના હોય ત્યારે સવારથી જ ભારે ચહલ પહલ સાથે તૈયારીનો ધમધમાટ જોવા મળેલ છે.

અલ જામીઓ એકેડેમીમાં ઇતિહાસ, ફિલોસોફી, ઇસ્લામ, ભુગોળ, જેવા અનેકાએક વિષયો પર જ્ઞાન, મહોરી રહયું છે. જેમાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી. જીવનમાં એક અલગ કેડી કંડારી દાઅવતને વધુ ઉંચાઇ આપવાનું કામ હજારો વિદ્યાર્થીઓએ કરેલ છે.

(11:52 am IST)