Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અમદાવાદ RTOમાં વૈભવી કારની ટેક્સ ચોરીના કૌભાંડનો પર્દાફાશ : છ મહિના બાદ ફરિયાદ થતા અનેક તર્કવિતર્ક

કચેરીમાં ૧.૬૪ કરોડની રેન્જ રોવર કારની કિંમત રૂ.૬૬ લાખ બતાવીને ૧૦ લાખની ટેક્સચોરી

 

અમદાવાદના સુભાસબ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીમાં .૬૪ કરોડની કિંમતની રેન્જ રોવર કારની કિંમત રૂ.૬૬ લાખ બતાવીને અંદાજે રૂ ૧૦ લાખની ટેક્સચોરી કરાઇ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે કાર કૌભાંડમાં મહિના પછી આરટીઓ અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.

  અંગે મળતી માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં આરટીઓમાં એક નવી રેન્જ રોવર કાર િજસ્ટ્રેશન માટે આવી હતી. કારની ખરીદી દિલ્હીના ડીલર પાસેથી કરવામાં આવી હતી. આરટીઓમાં કાર માલિક ચિરાગ પટેલ અને તેમના એજન્ટ રાજ શાહે કારનું રૂ.૬૬ લાખનું બિલ રજૂ કર્યું હતું. કાર પર ટકા લેખે રૂ..૯૬ લાખનો ટેક્સ ભરી દીધો હતો. પરંતુ જયારે સાચી હકીકત બહાર આવી ત્યારે કારના મોડલ પ્રમાણે .૬૪ કરોડની રેન્જ રોવર કારની કિંમત પ્રમાણે ૧૨ ટકા લેખે ૧૪.૮૭ લાખ ટેક્સ થતો હતો પરંતુ એજન્ટ અને કાર માલિકે દસ લાખની કરચોરી કરી હતી.

આરટીઓ ક્લાર્કે એજન્ટને તા.૧૬-૦૧-ર૦૧૯ની તારીખની રસીદ આપી હતી. ત્યારબાદ કાર વિષે સ્ટાફમાં ચર્ચા થતાં ઈમ્પોર્ટેડ 'રેન્જ રોવર' કાર મોંઘી હોવા છતાં ઓછી કિંમત દર્શાવીને કાર માલિકે ટેક્સ ભરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. રસીદ આપ્યા બાદ અધિકારીઓ-કર્મચારીઓની મિલીભગતથી ગેરરીતિ થયાની શંકા જાગી હતી. અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ અધિકારીઓ-કર્મચારીઓએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. ટેક્સચોરીથી સરકારની તિજોરીને આશરે દસ લાખનું નુકસાન થયું હતું. તે વખતે આરટીઓ એસ. પી. મુનિયા દ્વારા જાન્યુઆરીમાં ક્લાર્ક ક્રિષ્ના ઠાકોરને નોટિસ અપાઇ હતી.

(10:38 pm IST)