Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વડગામના રૂપાલ ગામે સગીરાને કમરમાં ધોકો મારી દૂર લઇ જઈને દુષ્કર્મ :નરાધમે દોરડા વડે બાંધીને કુવામાં ફેંકી દીધી

ગામના જ દિનેશ દેવીપૂજકની કરતૂત :મિત્ર સાથે મળીને કુવામાં ફેંકી દીધી :24 કલાક બાદ સગીરાને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાઇ

 

બનાસકાંઠા જિલ્લાના વડગામના રૂપાલમાં ગામના યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચરીને મીત્ર સાથે મળી દોરડા વડે બાંધીને કૂવામાં ફેંકી દીધી હતી. જોકે, લોકોએ 24 કલાક બાદ સગીરાને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. છાપી પોલીસે અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

  મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના વડગામના રૂપાલ ગામે સગીરા દાળ લેવા માટે ગામમાં ગઇ હતી. ત્યારે ગામનો દિનેશ દેવીપૂજક નામનો યુવક તેની પાછળ પાછળ ગયો હતો. અને સગીરાને કમરના ભાગે ધોકો મારીને દૂર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે મીત્ર સાથે મળીને સગીરાને દોરડા વડે બાંધીને કૂવામાં ફેંકી દીધી હતી.
  
પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથ ધરતા સગીરા કૂવામાં બાંધેલી હાલતમાં પડેલી મળી હતી. જેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને અંગે પોલીસને જાણ કરતાં છાપી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને દિનેશ અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી હતી

(1:07 am IST)