Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વિરમગામમાં અપક્ષના સમર્થનથી કોંગ્રેસે સતા જાળવી રાખી

પ્રમુખ પદે રેખાબેન પંડ્યા અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ સમર્થક અપક્ષ બિમલ પટેલ ચૂંટાયા

વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા અઢી વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદે રેખાબેન પંડ્યા અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ સમર્થક અપક્ષ કાઉન્સિલર બિમલ પટેલ ચૂંટાઈ આવ્યા.ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના 17-17 સભ્યો હાજર રહ્યા હતા.જેમાં ચીઠ્ઠી ઉપાડીને નિર્ણય કરવામાં આવ્યો હતો. વિરમગામ નાયબ કલેક્ટરની અઘ્યક્ષતામાં ચૂંટણી યોજાઇ હતી.

 ડિસેમ્બર  2015 માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 17, કોંગેસના 16 અને અપક્ષના 3 કાઉન્સિલર ચૂંટાઇ આવ્યાં હતાં. બાદમાં ભાજપે સમરસ કરી નગરપાલિકા પર સત્તા મેળવી હતી. મહત્વનું છે કે વિરમગામ નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર યાસીન મંડલીએ સત્તાનો દુરઉપયોગ કરી નગરપાલિકાની મિલ્કત મંજૂરી વગર વેચાણમાં આપી હતી.ઉપરાંત ચીફ ઓફિસર સાથે અસભ્ય વર્તન કર્યું હતું જેને પગલે કમિશનરે તેમને સભ્ય પદેથી દૂર કર્યા હતા. તો ભાજપના મનોજ પરીખ ગેરહાજર રહ્યા હતા.

(11:41 pm IST)