Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સો ટકા નૈસર્ગિક બ્યુટી શ્રેણી સાથે શંકરાની દેશમાં એન્ટ્રી

બે દાયકા પશ્ચિમમાં ડંકો વગાડયા બાદ ભારતમાં : શંકરાની તમામ પ્રોડક્ટ્સ પેરાબેન્સ, સલ્ફેટ, સિન્થેટીક કેમીકલમુકત : પીએચનું પ્રમાણ પણ સમતોલ : અહેવાલ

અમદાવાદ,તા.૮ : લગભગ બે દાયકા સુધી પશ્ચિમમાં ગ્રાહકોને ખુશી આપ્યા પછી શંકરા ભારતીય લક્ઝરી બ્યુટી ઉદ્યોગમાં નવું મોજું નિર્માણ કરવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. શંકરાની સંકલ્પના સક્ષમ ત્વચા સંભાળ ઉત્પાદનો રજૂ કરવા માટે પશ્ચિમની વૈજ્ઞાનિક અને આધુનિક પ્રક્રિયાઓ સાથે પૂર્વના આયુર્વેદિક વિવેકવિચારને જોડવાની છે. શંકરા બ્રાન્ડ એકટીવ્ઝ અને હર્બ્ઝમાં સમૃદ્ધ હોઇ અને વેલનેસ તથા હીલિંગને પ્રમોટ કરવા માટે પ્યોર એસેન્સીઅલ ઓઇલના સમાવેશ સાથે નૈસર્ગિક, પરિણામલક્ષી ત્વચા સંભાળ ઉત્પાદનો ઓફર કરશે એમ શંકરા ઈન્ડિયાનાં હેડ આસ્થા કટપટિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શંકરા દ્વારા ઓફરો આયુર્વેદના સિદ્ધાંતોમાં ઊંડાણથી મૂળિયાં ધરાવે છે અને નૈસર્ગિક સામગ્રીઓનો ઉપયોગ કરતી વૈજ્ઞાનિક સિદ્ધ પ્રક્રિયાઓ છે, જે લક્ષણોનો ઈલાજ કરવાને બદલે મૂળ કારણને પહોંચી વળે છે. આયુર્વેદ, જીવનનું પૂર્વીય વિજ્ઞાન અને પશ્ચિમી વૈજ્ઞાનિક જીવનશક્તિના દુર્લભ સંયોજન સાથે શંકરાનાં ઉત્પાદનોની રેખા દષ્ટિગોચર પરિણામો માટે તેની નૈસર્ગિક ડિલિવરી યંત્રણાને લીધે ઉચ્ચ અસરકારક છે. રચનાઓ વાત (સૂકી ત્વચા), પિત્ત (સાધારણ, સંયોજન અથવા સંવેદનશીલ ત્વચા) અને કફ (ચીકણી ત્વચા) જેવા દરેક વ્યક્તિગત ત્વચાના પ્રકારને સંતુલિત રાખવા પર કેન્દ્રિત છે. આ અપવાદાત્મક શ્રેણીના લોન્ચ સાથે શંકરા ભારતમાં નૈસર્ગિક ઉત્પાદનોની ક્ષિતિજમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ છે. શંકરાની તમામ પ્રોડક્ટ્સ પેરાબેન્સ, સલ્ફેટ અને સીન્થેટીક કેમીકલથી મુકત છે અને તેમાં પીએચનું પ્રમાણ સમતોલ અને તે પેટા ફ્રેન્ડલી છે. તેનાં રિટેઈલ અને વ્યાવસાયિક ઉત્પાદનોના પથદર્શક નૈસર્ગિક કલેકશન થકી તે ત્વચાને ન્યુટ્રીશન, ઓકિસજનેશન, હાઇડ્રેશન અને પ્રોટેકશનથી સમૃદ્ધ બનાવી શકે છે. સૌથી ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓમાંથી તૈયાર કરીને શંકરા અસલ ત્વચા પરિવર્તનકાર પેદા કરે છે, ત્વચાની ચમક વદારે છે ને અસલ સૌંદર્યને સમૃદ્ધ બનાવે છે. માનવતાને સેવા આપવાના મજબૂત હેતુ સાથે શંકરા જવાબદાર સ્રોત કરાયેલી નૈસર્ગિક સામગ્રીઓ અને ક્રૂરતા મુક્ત પદ્ધતિનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ ઉત્પાદનો નિર્માણ કરે છે. આ ઉત્પાદનો યોગીઓ દ્વારા બનાવવામાં આવે છે અને કોલ્ડ પ્રોસેસીંગ થકી નિસર્ગ અને વિજ્ઞાન સાથે અનુકૂળ સુમેળ સાધીને નિર્માણ કરવામાં આવે છે. શંકરા ઈન્ડિયાનાં હેડ આસ્થા કટપટિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, "શંકરા આધુનિક જગતની વૈજ્ઞાનિક પ્રગતિ સાથે આયુર્વેદના સમૃદ્ધ, પ્રાચીન વિવેકવિચારનો લાભ લઈને ઘડવામાં આવ્યા છે.

બોટેનિકલ્સનું સ્વર્ણિમ જીવન બળ ત્વચા નવીનીકરણ અને ઉંમર નિવારણ પ્રત્યે મોટી છલાંગ પૂરી પાડતી ઓફર નિર્માણ કરવા માટે ઉત્પાદન પ્રક્રિયા થકી સંવર્ધન કરવામાં આવે છે. અમારો ધ્યેય અપવાદાત્મક પરિણામો આપવા માટે ઉપભોકતાઓની વિશ્વસનીય ૧૦૦% નૈસર્ગિક સામગ્રીઓનો ઉપયોગ કરવાનો છે. અમે સ્વાસ્થ્ય કલ્યાણનું ભાન પ્રોત્સાહિત કરવા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે કામ કરતાં ત્વચા સંભાળનાં ઉત્પાદનોની ખાસ શ્રેણી ઓફર કરવા પ્રયાસ કરીએ છીએ. સૌંદર્ય સામગ્રીઓ વિશે વર્ષોના સંશોધન અને સમજદારી સાથે અમે સફળતાથી નૈસર્ગિક ત્વચા સંભાળની ગુણવત્તાઓ વધારી છે. અમને ભારતીય બજારને વ્યાપક પ્રકારની પ્રોડક્ટો આપવા અને તેમની પાસેથી હકારાત્મક પ્રતિસાદ જોવાની આશા છે."

(8:58 pm IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST