Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જેટકીંગ પ્લેસમેન્ટમાં ગિનિસ બુકમાં સ્થાન માટેની તૈયારીમાં

જેટકીંગ નંબર વન ડિજિટલ સ્કીલ ઇન્સ્ટીટયુટ છે : આઇટી હાર્ડવેર, નેટવર્કીંગ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે ૨૦૨૦ સુધીમાં એક કરોડ વિદ્યાર્થીને તૈયાર કરવા ઇન્સ્ટીટયુટનું આયોજન

અમદાવાદ,તા.૮ : કોમ્પ્યુટર-આઇટી હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ ક્ષેત્રે દેશની નંબર વન ડિજિટલ સ્કીલ ઇન્સ્ટીટયુટ જેટકીંગ ભારતભરમાં ગત વર્ષે ૧૨ હજારથી વધુ નોકરીઓ પૂરી પાડી લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન મેળવ્યા બાદ હવે પ્લેસમેન્ટમાં ગિનિસ બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન પામવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ માટે દેશની નંબર વન ઇન્સ્ટીટયુટ જેટકીંગે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં તેના નવા સેન્ટરો ખોલવાથી માંડી તેના નવા અભ્યાસક્રમો અને યુવાનોને રોજગારીની ખાતરી આપવા સહિતના બહુ મહત્વના આયોજન હાથ ધર્યા છે. કેન્દ્ર સરકારના નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(એનએસડીસી) સાથે જોડાણ ધરાવતી જેટકીંગ સંસ્થા દ્વારા ઇન્ટરનેટ ઓફ થીન્કીંગ(આઇઓટી), કલાઉડ કોમ્પ્યુટીંગ, એથીકલ હેકીંગ અને બ્લોકચેઇન જેવા નવા અભ્યાસક્રમોને લઇ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી વિશ્વભરમાં હવે આ ડિમાન્ડબેઝ વિષયોને લઇ યુવાઓને રોજગારી માટે તૈયાર કરવાનું અનોખુ અભિયાન હાથ ધરાયું છે એમ અત્રે જેટકીંગ ઇન્ફોટ્રેન લિ.ના માર્કેટીંગ હેડ અને વાઇસ પ્રેસીડેન્ટ સિધ્ધાર્થ ભારવાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના ૨૧થી વધુ રાજયોમાં ફેલાયેલી અને ભારતભરમાં ૧૦૦થી વધુ સેન્ટરો ધરાવતી જેટકીંગ દર વર્ષે આઇટી હાર્ડવેર અને નેટવર્કીંગ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી બનાવી શકે અને ખાતરીપૂર્વકની રોજગારી પામી શકે તે હેતુથી ડિજિટલ ટેકનોલોજીને લગતા બેઝીક અને એડવાન્સ અભ્યાસક્રમો માટે ધોરણ-૧૨ પછી પ્રવેશ આપે છે. અમદાવાદમાં સીજી રોડ અને મણિનગર સહિત ગુજરાતમાં સુરત, જૂનાગઢ અને ભરૂચ મળી પાંચ સેન્ટરો ધરાવવા સાથે જેટકીંગ આગામી વર્ષોમાં ગુજરાતમાં તેના નવા સેન્ટરો ખોલવાનું પણ આયોજન ધરાવે છે. અત્યારસુધીમાં જેટકીંગે દેશભરમાં સાત લાખથી વધુ વિદ્યાર્થીઓને આઇટી હાર્ડવેર અને નેટવર્કીંગ ક્ષેત્રે તૈયાર કર્યા છે. આગામી ૨૦૨૦ સુધીમાં આશરે એક કરોડ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું જેટકીંગ ઇન્સ્ટીટયુટનું આયોજન છે, જેમાં ગુજરાતમાંથી એક લાખથી વધુ વિદ્યાર્થીઓને તૈયાર કરવાની ગણતરી છે. જેટકીંગ ઇન્ફોટ્રેન લિ.ના માર્કેટીંગ હેડ અને વાઇસ પ્રેસીડેન્ટ સિધ્ધાર્થ ભારવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, જેટકીંગ દેશની એકમાત્ર એવી સંસ્થા છે કે જેણે ગત વર્ષે ૧૨ હજારથી વધુ નોકરીઓ પૂરી પાડી હતી અને તેના કારણે સંસ્થાને લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. જેટકીંગમાં તાલીમ પામી આઇટી હાર્ડવેર અને નેટવર્કીંગ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા રોજગારીની સો ટકા ગેરેંટી આપવામાં આવે છે અને તેને સારી જગ્યાએ પ્લેસમેન્ટ પણ કરી અપાય છે તે જ સંસ્થાની વિશ્વસનીયતા અને પ્રમાણિક છબી ઉભી કરે છે. તેમણે ઉમેર્યું કે, આગામી ત્રણથી પાંચ વર્ષમાં જેટકીંગ ઇન્સ્ટીટયુટ તેના સેન્ટરો ૧૦૦થી વિસ્તારી ૨૫૦ સુધી કરવાનું આયોજન ધરાવે છે અને દર વર્ષે એકલાખથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી રોજગારી અને કારકિર્દી માટે તૈયાર કરવાનું મહત્વપૂર્ણ લક્ષ્યાંક ધરાવે છે, જેને લઇ સંસ્થા કટિબધ્ધ છે. આ માટે સંસ્થા નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) સાથે મળી ભારત સરકારના સ્કીલ ઇન્ડિયા મીશનને પણ સફળ બનાવવામાં મહત્તમ અને બહુમૂલ્ય યોગદાન આપશે.

(8:58 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST