Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ગાંધીનગર જીલ્લામાં મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 10ની ધરપકડ કરી

ગાંધીનગર: શહેર અને  જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી જુગારની પ્રવૃતિ ચાલી રહી છે ત્યારે તેને ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે.
વાવોલના દરબારવાસમાં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સે-૭ પોલીસે દરોડો પાડતાં ૮૧ હજારના મુદ્દામાલ સાથે ૧૦ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  
ગાંધીનગર જિલ્લામાં જુગારની બદીને અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ થઈ રહી છે. ત્યારે શહેર નજીક આવેલા વાવોલ ગામના દરબારવાસમાં રહેતા દિનેશસિંહ ઉર્ફે જગદીશસિંહ વેરૃજી ગોલ તેના મકાનમાં જુગાર રમાડી રહયો છે જે બાતમીના આધારે સે-૭ પીએસઆઈ ડી.ડી.ઝાલા અને તેમની ટીમે દરોડો પાડયો હતો.

 

(6:11 pm IST)