Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વાપીના પારડીમાં ઘરકામ કરવા નીકળેલ પરિણીતા અગમ્ય કારણોસર ગૂમ

વાપી: પારડીના ઉમરસાડી ગામે રહેતી પરિણીતા વાપી ખાતે ઘરકામ કરવા નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. ભારે શોધખોળ કરવા છતાં પરિણીતાનો કોઈ પત્તો નહીં લાગતા પતિએ પત્નીને અન્ય પુરૃષ ભગાડી ગયા અંગે ફરિયાદ કરી છે. પારડીના ઉમરસાડી ગામે દેસાઈવાડ ખાતે રહેતા સુનિલ ભાણાભાઈ હળપતિની પત્ની રૃપાબેન ગત તા.૧૦-૫-૨૦૧૭ના રોજ ઘરેથી વાપી ખાતે ઘરકામ કરવા માટે ગઈ હતી. જો કે મોડી સાંજ સુધી રૃપા ઘરે નહીં પહોંચતા પરિવારે તેની શોધખોળ શરૃ કરી હતી. પતિ તથા સંબંધીઓએ હાથ ધરેલી શોધખોળ દરમિયાન પત્ની રૃપાને અર્જુન નામનો શખ્સ ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બંનેની ઘણા દિવસો સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતા પતિ સુનિલે પારડી પોલીસમાં લેખિતમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
 

(6:10 pm IST)