Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બાઈક-રિવોલ્વર સાથે યુપીના શખ્સની અટકાયત

વડોદરા: ગોત્રી વિસ્તારમાંથી ચોરીની બાઇક અને રિવોલ્વર સાથે પકડાયેલા યુપીના શખ્સ પાસે કેટરિંગના એક કોન્ટ્રાક્ટરને અંકોડિયામાં બંગલો ધરાવતી એકલવાયી મહિલાની રેકી કરવા માટે રૃા.૫૦ હજારની સોપારી આપી હોવાના બનાવને પગલે પોલીસ ચોંકી ઉઠી છે. ગોત્રી હરિનગર વિસ્તારમાં રાત્રે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ ડી જે ચુડાસમા,પોકો સંજય બેડસે અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે હરિનગર ચારરસ્તા નજીક બાઇક સવાર એક યુવક શંકાસ્પદ હાલતમાં જણાતા તેની તપાસ કરી હતી. પુષ્પેન્દ્રસિંહ હિરાલાલ રાજપૂત ( રહે.ગાજરાવાડી,મૂળ રહે.નયાપુરે, આગ્રા,યુપી) નામના યુવક પાસે રિવોલ્વર મળી હતી.જ્યારે ખિસ્સામાંથી ચાર કારતૂસ અને મોબાઇલ મળ્યા હતા.બાઇક પણ ચોરીની હોવાની વિગતો ખૂલી હતી.
 

(6:09 pm IST)