Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વડોદરામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મનપાની ટીમે જુદી-જુદી ફેકટરીઓમાં તપાસ શરૂ કરી

વડોદરા: રાજયવ્યાપી ચાલી રહેલા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ ઘટાડવાના ભાગરૃપે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન નિયત સ્ટાન્ડર્ડ મુજબ ના હોય તેવા પાતળા પ્લાસ્ટિક કપ, પાઉચ, થેલીઓ, પાન મસાલાના રેપર્સ, વગેરેના ઉત્પાદન વપરાશ તથા વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ મ્યુનિ.કોર્પો.એ તા.૬ થી શહેરમાં ચેકીંગ શરૃ કર્યું છે અને તમામ વોર્ડ ઓફિસરોના વડપણ હેઠળ ૪૦ટીમોનું ગઠન કરી બે દિવસમાં ૩૭૯૧ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. આજરોજ પશ્ચિમ વિસ્તારમાં ઈનઓર્બિટ તેમજ સેન્ટ્રલ સ્કવેર મોલમાં ચેકીંગ હાથ ધરેલું હતુ. જ્યાં પેપર બેગ, પેપરકપ તેમજ નિયત સ્ટાન્ડર્ડ મુજબ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થતો હોવાનું જણાયુ હતુ. પણ છાણી જકાતનાકા પાસે પાણીના પાઉચનું ઉત્પાદન કરતી ફેકટરી આશીર્વાદ બેવરજીસમાંથી ૧૫૦૦૦ પાણીના પાઉચનો જથ્થો કબ્જે કર્યો હતો.

(6:09 pm IST)