Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

આણંદ નજીક ડમ્પરની હડફેટે બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

આણંદ :જિલ્લાના ખંભોળજ તાબે ખોરવાર પ્રતાપપુરા રોડ પર એક વાહન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બેફામ ઝડપે જતા એક ડમ્ફરના ચાલકે રસ્તે જતા બાઈક સવારને ટક્કર મારી હતી. આ ટક્કર બાઈક પાછળ બેઠેલ યુવાન માટે જીવલેણ સાબિત થઈ હતી. ત્યાર બાદ વિફરેલા ગ્રામજનોએ આ ડમ્ફરને આગચંપી કરી હતી.જ્યારે ખંભોળજ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે બપોરના સુમારે ખંભોળજ તાબે ખોરવાડ પ્રતાપપુરા રોડ પર એક વાહન અકસ્માતે લોકોને દોડતા કર્યા હતા. આ ઘટનામાં એક ડમ્ફર નં જીજે ૭ વાય ઝેડ ૩૨૬૨ ના ચાલકે તેનું ડમ્ફર બેફામ રીતે હંકારી રસ્તે પસાર થતા બાઈક નં જીજે ૨૩ એએચ ૬૩૪૫ને ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા જ તેના પર પાછળ બેઠેલ મયુરસિંહ બળવંતસિંહ પરમાર ઉ.વ.૧૮ રોડ પર પટકાયો હતો. આ યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ કરુણ મોતને ભેટયો હતો.

(6:08 pm IST)