Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

10 લાખ આપવાની ના કહેતા આણંદની પરિણીતાને સાસરિયાએ ઘરમાંથી કાઢી મૂકી

આણંદ:ના યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર ચીખોદરાની યુવતીએ પતિ તથા સાસુ દ્વારા દશ લાખના દહેજની કરાયેલી માંગણી ના સંતોષતા તેણી પર ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મુકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીખોદરા ખાતે રહેતી ધ્રુવીકાબેને ગત ૭-૫-૧૪ના રોજ આણંદના અંબિકાભુવન ખાતે રહેતા જીગરભાઈ શંભુભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શરૂમાં બન્નેનું લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિને વિદેશ જવું હોય પીયરમાંથી ૧૦ લાખ લઈ આવવાની માંગણી કરી હતી પરંતુ આ માંગણી ના સંતોષતા પતિ તથા સાસુ સુશીલાબેન દ્વારા તેણી પર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મુકી હતી.
 

(6:07 pm IST)