Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

આઈપીએસ અને જીપીએસ અધિકારીઓ માટે લાંબા સમય થયા પ્રસરી રહેલા 'નેગેટીવ' ન્યુઝ વચ્ચે બે 'પોઝીટીવ' ન્યુઝ

બઢતી-બદલીની ચેઈન ઠપ્પ થવા માટે નિમિત બનેલ બન્ને આઈપીએસના પ્રશ્ને અંતે નિર્ણય લેવાયોઃ ડીપીસીનું રોજકામ પણ થયું : સુરેન્દ્રનગરના પૂર્વ એસપી આર.વી. અસારી સહિતના દોઢ ડઝન એસપીને સિનીયોરીટીમાં એક બેચ આગળ જવાની અનેરી તક : ૨૦૦૭ બેચના આઈપીએસ આર.વી. અસારી ઉપરાંત આર.જે. પારઘી, જી.વી. બારોટ, શ્રી ભાભોર, બી.આર. પાંડોર, એમ.કે. નાયક અને સાંગડા સહિતના અધિકારીઓને એક બેચ આગળ જતા બઢતી માટે વહેલી તક મળે તો નવાઈ નહિં

રાજકોટ, તા. ૮ :. રાજ્ય પોલીસ તંત્રમાં આઈપીએસ અને જીપીએસ કક્ષાએ બઢતી-બદલીની ચાતક નજરે વાર જોતા અધિકારીઓ જે રીતે ડીવાયએસપી કક્ષાના ૩ અને અમરેલી એસપીનો એક સીંગલ ઓર્ડર કરાતા આઈપીએસ-જીપીએસ લેવલે બઢતી બદલીમાં ઈન્ટરવેલ પડયાની 'ભીતિ'ને માનસિક પરિતાપમાં ગરમીના પારા જેમ વધારો થવા સાથે જેમ કયાંક છૂટક ઝાપટાને કારણે ઠંડક પ્રસરી છે તેમ તાજેતરમાં કેટલાક ટેકનીકલ પોઈન્ટનો નિકાલ થયાની ચર્ચાથી ખુશીનું મોજુ પ્રસરી ગયુ છે.

એસપી કક્ષાએ વાત કરીએ તો ૨૦૦૪ બેચના એસ.કે. ગઢવી અને આર.એસ. યાદવને તેમના અન્ય બેચમેટ માફક સિલેકશન ગ્રેડ આપવામાં ન આવતા આ અધિકારીઓએ જોરદાર રજૂઆતોનો મારો ચલાવી ડીઆઈજી કક્ષાએ મળનાર બઢતીમાં પોતાનો સમાવેશ કરવા માંગણી કરી હતી. આ પ્રકરણ ખૂબ લાંબુ ચાલ્યું. હવે આ બન્ને અધિકારીના નામ બંધ કવરમાં રાખવાનું નક્કી થયાનું અને ડીપીસી બેઠક પછી જે રોજકામ થયેલુ તેમા સહીઓનું કામ પણ પૂર્ણ કરી લેવાતા લાંબા સમયથી જેમના મોઢા વિલાયેલા તેવા મોઢા પર તેમના સહયોગીઓને હાસ્યની આછી રેખાઓ જોવા મળી રહી છે.

દરમિયાન રાજ્ય સરકાર તરફથી જીપીએસ અને આઈપીએસ કક્ષાએ સતત મળતા નેગેટીવ ન્યુઝને કારણે પોતાના સંતાનોને એડમીશન નવા શહેરમાં કે જિલ્લામાં બદલી થયે કઈ રીતે અપાવીશું ? તેવી ચિંતા જેમને સતત કોરી ખાતી હોવાથી મોઢા પરનું હાસ્ય અને આનંદ અલોપ થઈ ગયા છે. તેવા ચહેરા ઉપર પણ આછેરી મુસ્કુરાહટ આવે તેવા બીજા પોઝીટીવ ન્યુઝ પણ જાણવા મળ્યા છે.

આનંદના સમાચારની અસર દોઢ ડઝન જેટલા આઈપીએસ કક્ષાના અધિકારીઓને થનાર છે. આ ન્યુઝ એવા છે કે, ૨૦૦૭ બેચના અમદાવાદ રૂરલના એસપી અને પૂર્વ સુરેન્દ્રનગર એસપી આર.વી. અસારી અને જેતપુર વિગેરે સ્થળે ફરજ બજાવનાર આર.જે. પારઘી અને જી.વી. બારોટ, શ્રી ભાભોર અને બી.આર. પાંડોર, એમ.કે. નાયક અને સાંગડા સહિતના અધિકારીઓને ૨૦૦૭માંથી ૨૦૦૬ બેચમાં જવાની તક સાંપડી છે. આને પરિણામે આ અધિકારીઓને પ્રમોશનમાં પણ ફાયદો થશે. આવા પોઝીટીવ સમાચારો લાંબા સમયે પ્રસરતા વિલાયેલા મોઢા પર ફરી માંડ માંડ હાસ્ય આવ્યુ છે.

(4:04 pm IST)
  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST