Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણઃ અસહ્ય બફારામાં લોકો પરસેવે રેબઝેબ...

સુરત, વલસાડ, તાપી સહિતના વિસ્તારમાં વરસાદી ઠંડકની રાહ જોતા લોકો

રાજકોટ, તા. ૮ : વિદાય લઈ રહેલ ઉનાળુની સીઝનના અંતિમ દિવસોમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગઈકાલે મુંબઈ ખાતે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને ધમાકેદાર ચોમાસાની સીઝનની છડી પોકારી હતી.

દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. સુરત, વલસાડ, તાપી, વાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં આજે બપોરે તાપમાન ૩૬ થી ૩૮ ડિગ્રી સુધી નોંધાયુ છે. પવનની ગતિ મંદ છે. લોકો અસહ્ય બફારા અને ઉકળાટથી ત્રાહીમામ પોકારી ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ઉકળાટની અસર જનજીવન ઉપર પડી છે. બપોરે રાજમાર્ગો પર પાંખી હાજરી જોવા મળે છે. લોકો વરસાદી ઠંડકની રાહ કાગડોળે જોઈ રહ્યા છે.

(12:49 pm IST)