Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

થરાદ-વાવ હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત :બસચાલકનું મોત :15 મુસાફરોને ઇજા

થરાદ-વાવ હાઇવે પર ગોકુલગામનાં પાટિયાં પાસે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એસ.ટી. બસના ચાલકનું  ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બસમાં બેઠેલા ૧પ મુસાફરોને ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  મળતી માહિતી મુજબથરાદથી અછુવા ગામ તરફ જઇ રહેલી એસ.ટી. બસ વાવ-થરાદ હાઇવે પર ગોકુળગામના પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડમાં પાર્ક કરેલી ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાતાં આ ઘટના બની હતી જેમાં બસચાલક ઇશ્વરભાઇ નાગજીભાઇ રાજપૂતનું મોત થયું હતું જ્યારે ૧પ મુસાફરોને ઇજા થઇ હતી.

(12:37 pm IST)
  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST