Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જાહેર જગ્યાએ કચરો ફેકનાર સામે કડક કાર્યવાહીઃ વિજયભાઈ

આણંદમાં સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરતા મુખ્યમંત્રી

રાજકોટ,તા.૮: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આણંદ ખાતે સ્વચ્છતા અભિયાન દરમિયાન શ્રમદાન કર્યુ હતું. તેમણે જણાવેલ કે સાર્વજનીક જગ્યાઓએ કચરો ફેકવાવાળા વિરૂધ્ધ કડક કાર્યવાહી થશે. સફાઈથી સ્વચ્છ- સ્વસ્થ ગુજરાતના નિર્માણની પરિકલ્પનાને સાકાર કરી શકાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ ઉપલક્ષે શરૂ કરાવામાં આવેલ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીએ ત્રીજા દિવસે આણંદ જીલ્લાના બોરસદ ચોકડી પાસેના નાલાની સફાઈ કરાઈ હતી. આ દરમિયાન વિજયભાઈએ શ્રમદાન થકી અભિયાનનું નેતૃત્વ કર્યુ હતુ. તેમણે વધુમાં જણાવેલ કે રાજયમાં આ અભિયાન દ્વારા ૧૮ હજારથી વધુ તળાવોને ઉંડા કરાશે તથા અનેક નદી- નાલાઓની સફાઈ કરાશે. તેમણે સંભાવના દર્શાવતા જણાવેલ કે આ અભિયાનથી રાજયમાં કચરાના ઢગલા દુર થશે. આ ઉપરાંત તેમણે જાહેર સ્થળોએ કચરો ફેકનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા ઉપર પણ ભાર આપ્યો હતો.

(11:45 am IST)