Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રાધનપુર નજીક ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટ્રેલરે જોરદાર ટક્કર મારતા બાળકનું મોત : 26ને ઇજા

લગ્નપ્રસંગમાં જાન લઈને જતા ટ્રેકટરને જેતલપુરથી ધરવડી માર્ગ પર અકસ્માત

રાધનપુરમાં આજે વહેલી સવારે ટ્રેક્ટરની ટ્રોલીને પાછળથી ટ્રેલરે જોરદાર ટક્કર મારતા એક બાળકનું મોત નીપજ્યું છે જયારે 26 લોકોને ઇજા પહોંચી છે લગ્નપ્રંસગમાં જવા માટે લોકોથી ભરેલી ટ્રેક્ટરની ટ્રોલીને જેતલપુરથી ધરવડી માર્ગ પર અકસ્માત સર્જાયો છે.

 અકસ્માત થતા જ સમગ્ર માર્ગ પર ચીચયારીઓ ગુંજી ઉઠી હતી અને તાત્કાલીક આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાધનપુર પોલીસ અકસ્માતના સમાચાર મળતા જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે.

(11:33 am IST)