Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વલસાડ - પારડી વચ્ચે રેલવે વીજ કેબલ તૂટ્યો : મુંબઈ-સુરત રેલ વ્યવહાર ખોરવાયો:અનેક ટ્રેનો મોડી: મુસાફરો અટવાયા

શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ લેઇટ : વીજતારનું સમારકામ શરૂ

સુરત :આજે વલસાડ-પારડી વચ્ચે રેલવેનો વીજ કેબલ તૂટ્યો પડ્યો હતો જેના કારણે અનેક ટ્રેનો સમય કરતા મોડી આવશે અને ઉપડશે તેવીશકયતા છે રેલવે વીજ કેબલ તૂટતા મુંબઈ - સુરત રેલ વ્યવહાર ખોરવાયો છે અને શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિતની ગાડીઓ મોડી પડશે. હાલ મુંબઈથી સુરત જતા મુસાફરો અટવાયા છે

  દરમિયાન રેલવે વિભાગ દ્ગારા વીજતારનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ તે જાણકારી આપવામાં આવી નથી કે કેટલા સમયમાં આ વીજ કેબલનું સમારકામ સંપૂર્ણ થઇ જશે કે રાબેતા મુજબ રેલ વ્યવહાર શરૂ થઇ શકે.

  એકતરફ મુંબઇમાં વરસાદને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે અને મુંબઇથી સુરત આવનારા લોકો હવે વીજ કેબલના તૂટવાને કારણે ટ્રેનો મોડી પડશે તેના કારણે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(3:39 pm IST)