Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અમદાવાદ મ્યુનિ સંસ્થાઓ સુવિધાઓનું લક્ષ્ય રાખે તે જરૂરી : રૂપાણી

૯મી ચિંતન શિબિરમાં માર્ગદર્શન આપ્યું: ચિંતન શિબિરના પ્રથમ દિવસે શહેરી વિકાસના પડકારો વિષયક ચર્ચામાં મુખ્યમંત્રી રૂપાણી તેમજ અન્યો જોડાયા

અમદાવાદ,તા.૭: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનીસીપલ  સંસ્થાઓ જયાં માનવી ત્યાં વિકાસનો લક્ષ રાખીને શહેરી વિકાસના કામો કરવા અને લધુત્તમ સાધન સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ અને વિવાદ નહીં સંવાદના અભિગમ સાથે પરિણામલક્ષી શહેરી વિકાસ સિધ્ધ કરવા અનુરોધ કર્યો છે તેમણે ચિંતન સત્રના શહેરી વિકાસના પડકારો વિષયક સત્રમાં ઉપયોગ માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે ઝૂપડપટ્ટીથી મુકત, પ્લાસ્ટિકથી મુકત, ગંદકીથી મુકત શહેરો જેવા સંકલ્પો સાથે, એસરટીવ બનીને મ્યુનીસીપલ  અધિકારો વધુ કાર્યદક્ષ થવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે જે અધિકારીઓએ જવાબદારીની ભાવના સાથે નમૂનેદાર શહેરી વિકાસ સાકાર કર્યો છે એ શહેરોના લોકતો એમને હંમેશા યાદ રાખે છે. રાજય મંત્રીમડળના મંત્રીઓ સનદી અધિકારીઓ માટની ચિંતન શિબિરના પ્રથમ દિવસે ચેલેન્જીસ ઈન અર્બન એડમીનીસ્ટ્રેશન વિષયક ચર્ચા સત્ર યોજાયું હતુ. જી.એસ.એફ.સી.પરિસર, વડોદરામાં નવમી ચિંતન શિબિર પ્રારંભ બાદ દ્વિતિય ચરણમાં આ ચર્ચા સત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સંપન્ન થયું હતું. નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલ જણાવ્યુ કે મહાનગરો અને નગરપાલિકાઓમાં સ્વચ્છતા તેમજ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અસરકારક વ્યવસ્થાપન ઉભુ કરવા સાથે મહાનગરો અને શહેરોેમાં ટેકસ વસલતા માટે સખત ઝુંબશે હાથ ધરવી જોઈએ. પટેલે મહાનગરો અને શહેરોમાં પીવાના પાણીની લાઈન, ગેસલાઈન, પી.એન.જી લાઈન તથા ગટર લાઈનના રેકર્ડ માટે નકશા તૈયાર કરવા સુચવ્યુ હતુ તેમણે શહેરોમાં જોડાયેલા નવા વિસ્તારોને પણ સર્વાંગી વિકાસ થાય તે માટે જરૂરી પગલાં લેવા સુચવ્યુ હતુ. મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલે વર્તમાન શહેરી વિકાસમાં કવોલીટી વર્કસનો આગ્રહ રાખવાની હિમાયત કરવાની સાથે ૧૬૨ નગરપાલિકાઓમા ટેકનીકલ સ્ટાફની વ્યવસ્થા કરવા અને જી.યુ.ડી.સી તથા નગરપાલિકા વચ્ચે સંકલનના સૂચનો કર્યા હતા. મંત્રી પરબત પટેલ નવી બાંધકામ પરવાનગીઓ આપતી વખતે પાણીનો નિકાલનો માર્ગ ન અવરોધાય એની ચોકસાઈ પર ભાર મૂકયો હતો. મંત્રી રમણભાઈ પાટકરે શહેરીકરણનું વધતું જતુ ભારણ અટકાવવા શહેરો અને ગામોના સમતોલ વિકાસની નીતિ અપનાવવા સહિત વિવિધ ઉપયોગી સુચનો કર્યા હતા.મંત્રી વિભાવરી દવેએ શહેરી, ગરીબ, શ્રમિક બહેનો માટે આરોગ્ય સંભાળની વ્યવસ્થાની હિમાયત કરી હતી. મુખ્ય સચિવ ડો.જે.એન. સિંધએ શહેરીકરણમાં નવી બાબતો અને પહેલો માટે દેશ, વિદેશ અને ગુજરાતના નિષ્ણાંતોનુૅ અર્બન કમિશન બનાવવાની હિમાયત કરી હતી. મુખ્યમંત્રી મુખ્ય અગ્રસચિવએ ટોટલ પ્રોફેશનલ અર્બન એડમીનીસ્ટ્રેશમ કેડરના ઘડતરની આવશ્યકતા જણાવી હતી. શહેરી વિકાસના પડકારો સત્રના પ્રારંભે શહેરી વિકાસ વિભાગના સચિવ સમીર મુકેશ પુરીએ રાજયના શહેરી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી ભારત સરકારના અધિક સમીર શર્માએ દેશમાં શહેરી વિકાસના નવા પ્રયોગો અને પહેલોની વિગતવાર જાણકારી આપી હતી.

(10:17 pm IST)